
અમેરિકામાં કોરોનાનો વિસ્ફોટ – માત્ર એક જ દિવસમાં 10 લાખથી વધુ કેસ નોંધાયા
- અમેરિકામાં કોરોનાનો કહેર
- માત્ર 1 દિવસમાં કોરોનાના 10 લાખથી વધુ કેસ
દિલ્હીઃ- સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે અમેરિકામાં કોરોનાનો બ્લાસ્ટ થયેલો જોઈ શકાય છે,ઓમિક્રોન વેરિઅન્ટના ઝડપી પ્રસાર વચ્ચે સોમવારે યુએસમાં 10 લાખથી વધુ કેસ નોંધાયા હતા. આ સમગ્ર મામલે યુએસએ ટુડેના રિપોર્ટ પ્રમાણે યુએસ આરોગ્ય અધિકારીઓએ અગાઉના કોઈપણ લહેર કરતા કોરોનાવાયરસના ત્રણ ગણા વધુ નવા કેસ નોંધ્યા છે. માત્ર સોમવારે જ 10 લાખથી વધુ કેસ નોંધાયા હતા.
કોરોનાના જ્યારે આ અઠવાડિયાના કુલ આંકડાઓ જારીકરવામાં આવ્યા ત્યારે કોરોના વાયરસના સંક્રમણમાં નોંધપાત્ર વધારો થવાની આશા સેવાઈ હતી, પરંતુ આવું કંઈ થયું નથી. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના ડેટાપ્રમાણે જો વાત કરવામાં આવે તો , છેલ્લા અઠવાડિયામાં દર 100 અમેરિકનમાંથી લગભગ એક વ્યક્તિ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.
આ મામલે વિતેલા દિવસને મંગળવારે, અમેરિકી પ્રમુખ જો બાઈડેન અને વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ ઓમિક્રોન પર કાર્યવાહીની ચર્ચા કરવા માટે વ્હાઇટ હાઉસની કોરોનાવાયરસ પ્રતિક્રિયા ટીમ સાથે બેઠકસકરવાની આયોજન બનાવી હતી.
જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના ડેટાએ પહેલા દિવસ કરતાં લગભગ 10 લાખ 42 હજા વધુ કેસ દર્શાવ્યા હતા. આ પહેલા ગુરુવારે રેકોર્ડ 591,000 નવા કેસ નોંધાયા હતા. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના આંકડાઓ પ્રમાણે , અમેરિકામાં અત્યાર સુધીમાં 55 મિલિયન કોરોના કેસ નોંધાયા છે. તે જ સમયે, અત્યાર સુધીમાં 82 લાખ 6હજારથી વધુ લોકો મૃત્યુ થયા છે.