1. Home
  2. ગુજરાતી
  3. બજેટ સત્ર પહેલા જ સંસદમાં કોરોનાનું ગ્રહણઃ અત્યાર સુધી 718 કર્મીઓ પોઝિટિવ
બજેટ સત્ર પહેલા જ સંસદમાં કોરોનાનું ગ્રહણઃ અત્યાર સુધી 718 કર્મીઓ પોઝિટિવ

બજેટ સત્ર પહેલા જ સંસદમાં કોરોનાનું ગ્રહણઃ અત્યાર સુધી 718 કર્મીઓ પોઝિટિવ

0
Social Share
  • બજેટ સત્ર પહેલા સંસદમાં કોરોના વિસ્ફોટ
  • અત્યાર સુઘી 718 કર્મીઓ પોઝિટિવ

 

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે ત્યારે અનેક જગ્યાઓ પર એક સાથે કોરોના સંક્રમિત મળી આવવાની ઘટનાઓ પણ વધી રહી છે જો સંસદની વાત કરવામાં આવે તો હાલમાં જ 45 થી વધુ કર્મીઓ એક બેઠક બાદ કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા ત્યારે હવે સંસદનું બજેટ સત્ર શરૂ થવામાં થોડા જ દિવસો બાકી છે,પરંતુ આ દરમિયાન સંસદ ભવનનાં સેંકડો કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.

કોરોનાના વિસ્ફોટના કારણે હવે આ કારણે બજેટ સત્ર સમયસર પૂર્ણ કરવું એક મોટો પડકાર બની શકે છે.સંસદ ભવન સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે ત્રીજી લહેર દરમિયાન છેલ્લા એક મહિનામાં સંસદભવનના 718 કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. તેમાંથી મોટાભાગના છેલ્લા બે અઠવાડિયા દરમિયાન સંક્રમિત થયા છે.

આ સાથે જ 9 જાન્યુઆરી સુધી લગભગ 400 કર્મચારીઓ કોરોના સંક્રમિત હતા, પરંતુ બુધવારે આ આંકડો 700ને પાર કરી ગયો છે. છેલ્લા ત્રણ દિવસમાં જ આ આંકડાઓમાં લગભગ 43 ટકાનો વધારો થયો છે.

રાજ્યસભા સચિવાલયના સૂત્રોએ  આ બાબતને લઈને જણાવ્યું કે સંક્રમિતોમાંથી લગભગ 200 કર્મચારીઓ રાજ્યસભાના જોવા મળે છે. બાકીના લોકો લોકસભા અને અન્ય વિભાગો સાથે સંકળાયેલા હોવાનું કહેવાય રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે  લોકસભા અને રાજ્યસભાએ તેમના એક તૃતિયાંશ કર્મચારીઓને ઘરેથી કામ કરવાની મંજૂરી આપી છે. જ્યારે 50 ટકા અધિકારીઓને ઘરેથી કામ કરવાની છૂટ છે. આવી સ્થિતિમાં, મોટી સંખ્યામાં સંક્રમણ ફેલાવવું તે મોટો ચિંતાનો વિષય છે.નોંધનીય છે કે કેન્દ્રીય બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવે છે. ત્યારે આવી સ્થિતિમાં આ કાર્ય પડકારરુપ બને તે શક્ય છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code