1. Home
  2. ગુજરાતી
  3. હવે ચીનની કંપનીઓનું હબ ગણાતા ઝેજિયાંગમાં કોરોના વિસ્ફોટ – માત્ર 24 કલાકમાં જ નોંધાયા 10 લાખથી વધુ કેસ
હવે ચીનની કંપનીઓનું હબ ગણાતા ઝેજિયાંગમાં કોરોના વિસ્ફોટ – માત્ર  24 કલાકમાં જ નોંધાયા 10 લાખથી વધુ કેસ

હવે ચીનની કંપનીઓનું હબ ગણાતા ઝેજિયાંગમાં કોરોના વિસ્ફોટ – માત્ર 24 કલાકમાં જ નોંધાયા 10 લાખથી વધુ કેસ

0
Social Share
  • ચીનમાં કોરોનાનો કહેર
  • ચીનની કંપનીઓનું હબ  ઝેજિયાંગમાં કોરોના વિસ્ફોટ 
  • માત્ર 24 કલાકમાં જ નોંધાયા 10 લાખથી વધુ કેસ

દિલ્હીઃ- ચીન કે જ્યાંથી કોરોના વાયરસની ઉત્તપતિ થઈ હતી અને કોરોનાએ ત્યાર બાદ વિશઅવભરમાં હાહાકાર માચાવ્યો જો કે ચીન એવો દેશ હતો કે જેણે ઝિરો કોવિડ પોલીસીનો દાવો કર્યો હતો અને વિશઅવભરના દેશો કરતા સૌથી પહેલા તે કોરોનામાંથઈ બહાર પણ આવી ગયો હતો જો કે  હાલની ચીનની દશા જોઈને ઝિરો કોવિડ નિતી નિષઅફળ જોવા મળી છે,ચીનમાં કોરોના ડરાવની રહ્યો છે રોજેરોજના કરોડો કેસ નોંધાઈ રહ્યા છે,મૃત્યુંઆંક પણ વધી રહ્યો છે સાથે જ મૃતદેહોને કોલ્ડ સ્ટોરેજમાં રખાતા હોવાના પણ કેટલાક મીડિયામાં દાવા કરવામાં આવ્યા છે.ત્યારે હવે આવી સમગ્ર સ્થિતિ વચ્ચે હવે ચીનનું કંપનીઓનું હબ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયું છે.

નિક્કી એશિયાના રિપોર્ટમાં ઝેજિયાંગમાં કોરોનાની ગંભીર સ્થિતિ વિશે માહિતી આપવામાં આવી છે. યુકે સ્થિત રિસર્ચ ગ્રૂપ એરફિનિટી દ્વારા બુધવારે જાહેર કરાયેલા એક રિપોર્ટને ટાંકીને નિક્કી એશિયાએ જણાવ્યું હતું કે ચીનમાં દરરોજના કેસ વધતા જઈ રહ્યા છે. ઝેજિયાંગમાં કોરોનાના કહેરથી આ વાતની પુષ્ટિ થાય છે.

સમગ્ર ચીનમાં કોરોનાના નવા કેસ નોંધાયા છે. ગુઆંગડોંગ પ્રાંતના ડોંગગુઆનમાં શુક્રવારે નવા સંક્રમિતોની સંખ્યા અઢીથી ત્રણ લાખ હતી. તે જ સમયે, શેનડોંગ પ્રાંતના કિંગદાઓમાં પાંચ લાખથી વધુ સંક્રમિત મળી આવ્યા હતા.જોકે ચીનની કેન્દ્ર સરકારે સત્તાવાર આંકડા આપવાનું બંધ કરી દીધું છે, પરંતુ પ્રાંતીય સરકારો આંકડાઓ જાહેર કરવાનું ચાલુ રાખે છે. આ દર્શાવે છે કે દેશમાં સ્થિતિ કેટલી બગડી છે. નિક્કી એશિયા અનુસાર, નવા વર્ષના પ્રથમ દિવસે દૈનિક ચેપ ટોચ પર આવી શકે છે.

ઝેજિયાંગ પ્રાંતમાં એક દિવસમાં 10 લાખથી વધુ કેસ મળી આવ્યા છે. ઝેજિયાંગ પ્રાંત ચીનનું મુખ્ય ઉત્પાદન કેન્દ્ર ‘મેન્યુફેક્ચરિંગ હબ’ છે. તે શાંઘાઈ નજીક આવેલું છે. તેની વસ્તી લગભગ 6.5 કરોડ છે. તેનું મુખ્ય શહેર, હાંગઝોઉ, ચીનની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની, અલીબાબા ગ્રુપ, તેમજ અન્ય ઘણી ટેક્નોલોજી કંપનીઓનું ઘર છે.

આ સહીત આ વિસ્તારમાં એપલ ઉપરાંત, જાપાનીઝ ઓટોમેકર Nidec અને અન્ય ઘણા વિદેશી ઉત્પાદકો પણ અહીં એકમો ધરાવે છે. કોરોનાના કહેરથી આ એકમોની કામગીરી પ્રભાવિત થઈ શકે છે અને વૈશ્વિક ઉત્પાદન અને પુરવઠાને અસર થવાનો ભય જોવા મળી રહ્યો છે જો કોરોના અહી વકરશે તો કંપનીઓને મોટૂ નુકશાન આર્થિક રીતે થશે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code