1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અરવલ્લીના બીટી છાપરા ગામે થયેલા ભેદી બ્લાસ્ટમાં દંપતીનું મોત
અરવલ્લીના બીટી છાપરા ગામે થયેલા ભેદી બ્લાસ્ટમાં દંપતીનું મોત

અરવલ્લીના બીટી છાપરા ગામે થયેલા ભેદી બ્લાસ્ટમાં દંપતીનું મોત

0
Social Share
  • મેઘરજના બીટી છાપરા ગામે ભેદી બ્લાસ્ટ
  • બ્લાસ્ટમાં દંપતીનું ઘટના સ્થળે મોત નિપજ્યું
  • પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી

અરવલ્લી: મેઘરજ તાલુકાના બીટી છાપરા ગામમાં પિયર આવેલી મહિલાને તેના સનકી પતિએ અગમ્ય કારણોસર બ્લાસ્ટ કરી હત્યા કરી, આ ઘટના પછી ગામમાં ભારે સનસનાટી મચી. ભેદી બ્લાસ્ટમાં પતિ પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો પણ તે ગણતરીના કલાકોમાં જ ઘટનાસ્થળે મોતને ભેટ્યો હતો.

ભેદી બ્લાસ્ટના પગલે ઇસરી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘટનાની ગંભીરતા સમજી એસપી અને ડીવાયએસપી ભરત બસીયા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસ ભેદી બ્લાસ્ટની ઝીણવટભરી તપાસ હાથ ધરી એફએસલની મદદ લીધી. પતિએ પત્નીને બ્લાસ્ટમાં ઉડાડી દેતા સમગ્ર વિસ્તારમાં ભારે ભયનો માહોલ છવાયો હતો.

ભેદી બ્લાસ્ટના પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટ્યા હતા. શંકાથી કંકાશ સર્જાય છે અને કંકાશથી કત્લેઆમ અને ગૃહ કંકાશના પગલે સતત હત્યાના બનાવો ગુજરાતમાં સર્જાય છે. ક્રૂર પતિએ પત્નીની હત્યા કરવા જે માર્ગ અપનાવ્યો તે વિચાર ભલભલાના કાળજા કંપાવી નાખનારો છે. હત્યારા પતિ સામે લોકોએ ભારે ફિટકાર વરસાવી હતી. આ અંગે જિલ્લા પોલીસ વડાને જાણ કરતા જિલ્લા પોલીસ વડા સહીત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી પંચનામું કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code