
કોરોનાથી સંક્રમિત થયેલા દર્દીની સાથે રહેતા અટેંડંટ વધારે જોખમી: તમિલનાડુના ડૉક્ટર્સ
- કોરોનાને લઈને તમિલનાડુમાં ડૉક્ટર્સ સતર્ક
- તમિલનાડુ સ્વાસ્થ્ય વિભાગે કરી મોટી જાહેરાત
- કોવિડ આઈસોલેશન વોર્ડમાં દર્દીની સાથે કોઈને પરવાનગી નહી
ચેન્નાઈ: કોરોનાવાયરસના સંક્રમણને રોકવા માટે સામ-દામ-દંડ-ભેદ વાળી પદ્ધતિ હાલ અપનાવવામાં આવી રહી છે. આ વાત એટલા માટે કહેવામાં આવી રહી છે કારણ કે તમિલનાડુમાં ડૉક્ટર્સ દ્વારા કહેવામાં આવ્યું છે કે કોવિડ-19થી સંક્રમિત થયેલા દર્દીની સાથે આવનાર વ્યક્તિ કોરોનાના સંક્રમણને ફેલાવવામાં વધારે જવાબદાર છે. અને તેને લઈને પગલા લેવામાં આવવા જોઈએ.
હાલ આ મુદ્દે તમિલનાડુના સ્વાસ્થ્ય વિભાગે સૂચના જાહેર કરી છે તેમાં કહેવામાં આવ્યું છે કે હવેથી કોવિડ-19ના દર્દીની સાથે આઈસોલેશન વોર્ડમાં કોઈને પરવાનગી આપવામાં આવશે નહી. મીડિયામાં આ બાબતે પ્રસારણ થતા તમિલનાડુ સરકાર દ્વારા આ બાબતે પગલા લેવામાં આવ્યા છે.
મીડિયા રિપોર્ટ અનુસાર તમિલનાડુમાં કેટલીક હોસ્પિટલોમાં કોરોનાના દર્દીની સાથે રહેનાર વ્યક્તિ રોક-ટોક વગર ગમેત્યાં ફરે છે અને તેના કારણે કોરોનાવાયરસનું સંક્રમણ વધારે ફેલાવવાનું જોખમ રહે છે. હોસ્પિટલ્સમાં લોકો કોરોનાની ગાઈડલાઈનનું સતત ભંગ કરતા પણ જોવા મળે છે અને તે સૌથી વધારે ઘાતક સાબિત થઈ શકે છે.
મીડિયામાં પ્રસારીત થયેલા રિપોર્ટ અનુસાર હોસ્પિટલોમાં દર્દીની સાથે આવેલા પરિજનો ના તો પીપીઈ કીટ સાથે જોવા મળ્યા, ના તો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા જોવા મળ્યા હતા.