1. Home
  2. ગુજરાતી
  3. ક્રિકેટ: દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન ક્વિન્ટર ડિકોકે લીધો સંન્યાસ
ક્રિકેટ: દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન ક્વિન્ટર ડિકોકે લીધો સંન્યાસ

ક્રિકેટ: દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન ક્વિન્ટર ડિકોકે લીધો સંન્યાસ

0
Social Share
  • સાઉથ આફ્રિકાના બેટ્સમેનએ આપ્યું રાજીનામું
  • ક્વિન્ટન ડિકોકે ટેસ્ટ ક્રિકેટમાંથી લીધો સંન્યાસ
  • બેટ્સમેન અને વિકેટ કીપર તરીકે રમી અનેક મેચ

મુંબઈ: નાની ઉંમરમાં ક્રિકેટ જગતમાં પોતાનું નામ બનાવનાર સાઉથ આફ્રિકાના બેટ્સમેન અને વિકેટ કીપર તરીકે અનેક મેચ રમનારા ક્વિન્ટન ડિકોકે ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે. ડી કોકનો આ નિર્ણય ખૂબ જ આશ્ચર્યજનક છે કારણ કે તે માત્ર 29 વર્ષનો છે અને તેણે ક્રિકેટના સૌથી મોટા ફોર્મેટને ખૂબ જ વહેલા છોડવાનું નક્કી કર્યું છે.

જો વાત કરવામાં આવે ક્વિન્ટન ડિકોકના કેરિયરની તો તેણે દક્ષિણ આફ્રિકા માટે 54 ટેસ્ટમાં 3300 રન બનાવ્યા હતા અને તેની બેટિંગ એવરેજ 38.83 હતી. ડી કોકના બેટમાં 6 ટેસ્ટ સદી અને 22 હાફ સેન્ચુરી નોંધાઇ છે.

સેન્ચુરિયન ટેસ્ટમાં હાર બાદ દક્ષિણ આફ્રિકાની ટીમને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર ક્વિન્ટન ડી કોકે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. સેન્ચુરિયન ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાના આ વિકેટકીપરનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. ડી કોકે પ્રથમ દાવમાં 34 રન બનાવ્યા હતા અને બીજી ઈનિંગમાં 21 રન જ બનાવી શક્યા હતા. ડેકોક બંને દાવમાં બોલ્ડ થયો હતો. ડેકોકની નિષ્ફળતાની અસર દક્ષિણ આફ્રિકાની ટીમ પર પણ પડી. દક્ષિણ આફ્રિકા ટીમ ઈન્ડિયા સામે પ્રથમ ટેસ્ટ 113 રનથી હારી ગયું હતું.

ડી કોકે ટેસ્ટ નિવૃત્તિ બાદ પોતાનું નિવેદન જાહેર કરતા કહ્યું કે,આ નિર્ણય તેના માટે ઘણો મુશ્કેલ હતો. જો કે, તે ODI અને T20 ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે. ડેકોકે લખ્યું, ‘મારા માટે આ નિર્ણય બિલકુલ સરળ નહોતો. મેં મારા ભવિષ્ય વિશે ઘણું વિચાર્યું અને હવે મારી પ્રાથમિકતા સાશા અને મારું બાળક છે. મારો પરિવાર મારા માટે સર્વસ્વ છે અને હું મારા જીવનના નવા અધ્યાયમાં મારા પરિવાર સાથે સમય પસાર કરવા માંગુ છું.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code