1. Home
  2. ગુજરાતી
  3. ક્રિકેટર જસપ્રિત બુમરાહની ટીમમાં વાપસી – શ્રીલંકા સામે 10 જાન્યુઆરીથી શરૂ થનારી વનડે શ્રેણીમાં રમશે
ક્રિકેટર જસપ્રિત બુમરાહની ટીમમાં વાપસી – શ્રીલંકા સામે 10 જાન્યુઆરીથી શરૂ થનારી વનડે શ્રેણીમાં રમશે

ક્રિકેટર જસપ્રિત બુમરાહની ટીમમાં વાપસી – શ્રીલંકા સામે 10 જાન્યુઆરીથી શરૂ થનારી વનડે શ્રેણીમાં રમશે

0
Social Share
  • ક્રિકેટર જસપ્રિત બુમરાહ ફરી મેદાનમાં
  • શ્રીલંકા સામેની સિરીઝમાં રમશે

દિલ્હીઃ-  ભારતીય ક્રિકેટ ચાહકો માટે એક સારાસમાચાર સામે આવી રહ્યા છએ જે પ્રમાણે જસપ્રીત બુમરાહ  ફરી તમને મેદાનમાં રમતો જોવા મળશે છે. ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની ભારતીય ક્રિકેટ ટીમમાં વાપસી થઈ છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અખિલ ભારતીય વરિષ્ઠ પસંદગી સમિતિએ શ્રીલંકા સામેની ત્રણ મેચની ODI શ્રેણી માટે ભારતની ODI ટીમમાં ઝડપી બોલર જસપ્રિત બુમરાહનો સમાવેશ કર્યો છે.

નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) દ્વારા તેને ઈજાગ્રસ્ત થયા બાદ હવે ફિટ જાહેર કરવામાં આવ્યો છે. હવે તે શ્રીલંકા સામે 10 જાન્યુઆરીથી શરૂ થનારી વનડે શ્રેણીનો ભાગ બનશે. બુમરાહને પીઠમાં ફ્રેક્ચર થયું હતું ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પીઠના સ્ટ્રેસ ફ્રેક્ચરમાંથી સ્વસ્થ થઈને ભારતીય ટીમમાં પરત ફર્યો છે

ઉલ્લેખનીય છે કે  બુમરાહે સપ્ટેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે રમાયેલી T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીમાં ભાગ લીધો હતો જ્યાં તેની ઈજા ફરી સામે આવી હતી. આ પછી તેને ટી20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code