
સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં દાદાને 500 કિલો જાંબુનો અન્નકૂટ ધરાવાયો
બોટાદઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં આજે અષાઢી બીજના દિને દાદાને 500 કિલોનો જાંબુનો અન્નકૂટ ધરાવાયો છે. તથા દાદાની મૂર્તિને રથયાત્રાની પ્રતિકૃતિ બનાવી શણગાર કરાયો છે. અને આજે સવારથી જ અન્નકૂટના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા.
સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે અષાઢી બીજ નિમિત્તે હનુમાનજી દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. હનુમાનજી દાદાને 500 કિલો જાંબુનો અન્નકુટ ધરાવાયો છે અને હનુમાનજી દાદાની મૂર્તિને રથયાત્રા પ્રતિકૃતિ બનાવી શણગાર કરવામાં આવ્યો છે. ત્યારે વહેલી સવારથી ભક્તોએ હનુમાનજી દાદાના દિવ્ય શણગાર અને અન્નકુટના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં સુપ્રસિધ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ આવેલું છે. અહીં કષ્ટભંજન હનુમાનજી મંદિર જે વિશ્વમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ તરીકે પ્રચલિત છે. ત્યારે આજે અષાઢી બીજ નિમિત્તે કષ્ટભંજન હનુમાનજી મંદિરે વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે હનુમાનજી દાદાને આજે 500 કિલોનો અન્નકૂટ ધરાવાયો છે. તેમજ મંદિરનાં ગર્ભગૃહમાં હનુમાનજી દાદાની મૂર્તિને ભગવાન શ્રી જગન્નાથજી પોતાનો રથમાં બેસીને નગર ચર્યાએ નિકળી રહ્યા છે. તેવી આબેહૂબ રથયાત્રાની પ્રતિકૃતિ બનાવીને હનુમાનજી દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. ત્યારે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના દિવ્ય શણગારના દર્શન કરી રહ્યાં છે.