1. Home
  2. ગુજરાતી
  3. દાદા સાહેબ ફાળકે એવોર્ડમાં ‘અનુપમા’ એ બાજી મારી – બે એવોર્ડ પોતાને નામ કર્યા રુપાલી ગાંગુલીએ
દાદા સાહેબ ફાળકે એવોર્ડમાં ‘અનુપમા’ એ બાજી મારી – બે એવોર્ડ પોતાને નામ કર્યા રુપાલી ગાંગુલીએ

દાદા સાહેબ ફાળકે એવોર્ડમાં ‘અનુપમા’ એ બાજી મારી – બે એવોર્ડ પોતાને નામ કર્યા રુપાલી ગાંગુલીએ

0
Social Share
  • રુપાલી ગાંગુલીને દાદા સાહેબ ફાળકે એવોર્ડ
  • બે એવોર્ડ પોતાના નામે કર્યા

સ્ટાપ પ્લસ પર પ્રસારીત થતા શો અનુપમા હાલ ચર્ચામાં છે, ઘરેઘરમાં રુપાલી ગાંગુલીએ અનુપમાના રોલમાં  દર્શોકાન દિલ જીત્યા છે.ર ત્યારે હવે લોકપ્રિય ટીવી શો અનુપમાનો દાદા સાહેબ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્સ 2022માં દબદબો રહ્યો છે.

રવિવારે જ મુંબઈમાં આ એવોર્ડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન અનુપમાને ટેલિવિઝન સિરીઝ ઑફ ધ યરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ સાથે શોની લીડ એક્ટ્રેસ રૂપાલી ગાંગુલીને ટેલિવિઝન સિરીઝમાં મોસ્ટ પ્રોમિસિંગ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે.

https://www.instagram.com/anujkapadia_gauravkhanna/?utm_source=ig_embed&ig_rid=00e52e37-b4bd-4099-9d52-e32852c4a754

ઉલ્લેખનીય છે કે અનુપમા વર્ષ 2020માં લોન્ચ કરવામાં આવ્યો હતો અને આ શોને જોઈને તેણે દર્શકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી લીધી છે. ટીઆરપી લિસ્ટમાં આ શોનો દબદબો સતત જોવા મળી રહ્યો છે. વર્ષ 2020 થી અત્યાર સુધી અનુપમા TRP લિસ્ટમાં નંબર વન સીટ પરથી ઉતરીને માત્ર એક જ વાર જોવા મળી છે.

દાદા સાહેબ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્સમાંથી રૂપાલી ગાંગુલી અને અનુપમાના પ્રોડ્યુસર રાજન શાહીની કેટલાક  ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ એવોર્ડ શોમાં રૂપાલી ગાંગુલીના પતિ અશ્વિન કે વર્મા પણ જોવા મળ્યા હતા. સામે આવેલ એક વિડિયોમાં, રૂપાલી ગાંગુલી પોતાનો એવોર્ડ લેવા માટે જાગી કે તરત જ બધા તેને અભિનંદન આપવા લાગ્યા. રૂપાલી એવોર્ડ લેવા માટે આગળ વધે છે અને ત્યારે જ તેના પતિ કહે છે, ‘અનુપમા માટે અત્યાર સુધીનો આ સૌથી મોટો એવોર્ડ છે…’.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code