1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રેલ્વે મંત્રાલયનો નિર્ણય – 815 જર્જરીત અને જૂના બ્રીજનું સમારકામ હાથ ધરાશે
રેલ્વે મંત્રાલયનો નિર્ણય – 815 જર્જરીત અને જૂના બ્રીજનું સમારકામ હાથ ધરાશે

રેલ્વે મંત્રાલયનો નિર્ણય – 815 જર્જરીત અને જૂના બ્રીજનું સમારકામ હાથ ધરાશે

0
Social Share
  • રેલ્વે બ્રીજનું સમારકામ હાથ ઘરશે
  • 815 જર્જરીત અને જૂના બ્રીજનું થશે રિનોવેશન

દિલ્હી – રેલ્વે વિભાગ દ્રારા છેલ્લા ઘણા મહિનાઓથી અનેક નવા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે, ટ્રેન સંચ્ચાલનની બાબત હોય કે રેલ્વેને લગતા બાંઘકામના રિનોવેશનની વાત હોય, રેલ્વે ચોક્કસ સમયે નિર્ણય લઈને અનેક કાર્યો પાર પાડી રહ્યું છે ત્યારે હવે રેલ્વે એ ટ્રેક બાદ જર્જરિત રેલ્વે બ્રીજ, રોડ અન્ડર બ્રિજ અને રોડ ઓવર બ્રીજની મરામત કરાવવોન નિર્ણય લીધો છે, અને જો જરૂરી હોય તો નવા પુલ બનાવવાનો પણ નિર્ણય લેવાશે. રેલ્વેએ 1107 માંથી 815 બ્રીજને ઓળખી કાઢ્યા છે, જેની સ્થિતિખૂબ કથળેલી છે. આ માટે રેલ્વે મંત્રાલય થર્ડ પાર્ટી ઓડિટ પણ કરી રહ્યું છે.

રેલ્વે મંત્રાલયે જાહેર કરેલા રિપોર્ટ પ્રમાણે, મુંબઈ વિસ્તારમાં કરવામાં આવેલા થર્ડ પાર્ટી ઓડિટમાં 49 રોડ ઓવર બ્રીજ જર્જરિત હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે. તેમાંથી 43 ઓવર બ્રીજનું સમારકામ કરવામાં આવ્યું હતું અને 6 આરઓબીને બંધ અથવા તોડી પાડવામાં આવ્યા હતા.

તેમજ જર્જરિત ફુટ ઓવર બ્રિજમાંથી 127 માંથી 95 ટાકાનું સમારકામ કરવામાં આવ્યું છે. 32ને બંધ અથવા તોડી કાઢવામાં આવ્યા છએ તે સાથે જ 20 પુલ ફરીથી બનાવવામાં આવ્યા હતા. ભારતીય રેલ્વે ટ્રેક પર 1 લાખ 50 હજાર 390 બ્રીજ આવેલા છે. સરકાર આઇઆઇટી, એનઆઈટી, એસઇઆરસીના નિષ્ણાતો સાથે ઓડિટ કરી રહી છે. આ માટે ચૂંક સમયમાં કાર્ય હાથ ઘરવામાં આવશે.

સાહિન-

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code