
કોરોના વધતા અને નવા વર્ષની ઉજવણીને લઈને દિલ્હી સરકારે નાઇટ કર્ફ્યુ લગાવ્યું
- દિલ્હી સરકારનો મોટો નિર્ણય
- નવા વર્ષની ઉજવણી પર બેન
- રાત્રે 11 વાગ્યાથી નાઇટ કર્ફ્યું
દિલ્લી: દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. અને એમાં પણ કોરોનાના નવા સ્વરૂપે ભારતમાં દસ્તક આપી દીધી છે. આજે 31 ડીસેમ્બર છે ત્યારે લોકો નવા વર્ષના આગમનને લઈને રાહ જોતા હોય છે.અને નવા વર્ષની ધામધુમથી ઉજવણી કરતા હોય છે.પરંતુ આ વખતે કોરોના મહામારીને કારણે નવા વર્ષની ઉજવણી પર પ્રતિબંધ લાગ્યો છે.
કોરોનાના વધતા કેસ અને નવા વર્ષની ઉજવણીને જોતા દિલ્હી સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે.પોતાના આ નિર્ણયમાં દિલ્હીમાં નાઇટ કર્ફ્યું લગાવવાની જાહેરાત કરી છે.આ નાઇટ કર્ફ્યુ 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીએ રાત્રે 11 વાગ્યા થી સવારના 6 વાગ્યા સુધી અમલમાં રહેશે. આ ઉપરાંત નવા વર્ષની ઉજવણી પર પ્રતિબંધ છે
રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના સંક્રમણના પ્રસારના ભયને ધ્યાનમાં રાખીને દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ નાઇટ કર્ફ્યુ લાદવાનો આ નિર્ણય લીધો છે. આ નિર્ણય નવા વર્ષ પર યોજાનાર કાર્યક્રમ અને ઉજવણીમાં ભીડ ઉમટવા અને કોવિડ નિયમોની અવગણનાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. જોકે આંતરરાજ્ય ટ્રાફિક પર નાઇટ કર્ફ્યુ લાગુ થશે નહીં
ડીડીએમએ દ્વારા જારી કરાયેલા આદેશમાં જણાવાયું છે કે, કોઈપણ સાર્વજનિક સ્થળોએ 5 થી વધુ લોકો એકઠા થઈ શકશે નહીં. નવા વર્ષની ઉજવણી પર રાજધાનીમાં કોઈ ઉજવણી કરવામાં આવશે નહીં. તેમજ નાઇટ કર્ફ્યુ દરમિયાન જાહેર સ્થળોએ જતા લોકોને પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
–દેવાંશી