
દિલ્હી સરકાર આજથી ગૃહિણીઓને આપશે રાહત – 25 રુપિયે કિલો ડુંગળીનું કરશે વેચાણ
દિલ્હીઃ- દેશભરમાં ટામેટાના ભાવ સાતમા આસમાને પહોંચ્યા બાજ હવે તેમાં રાહત મળી રહી છએ ત્યારે દેશની રાજઘાની દિલ્હીમાં આજરોજથી ડુંગળીની કિમંતોમાં ગૃહિણીઓને મોટા રાહત મળવા જઈ રહી છે.
પ્રાપ્ત વિગત અનુસાર જે રીતે ટામેટાંના ભાવ આસમાને આંબી ગયા હતા અને લોકોને મોંઘા ભાવે ટામેટાં ખરીદવા પડ્યા હતા, ત્યારબાદ સરકાર દ્વારા ટામેટાં સસ્તા ભાવે વેચવામાં આવી રહ્યા હતા, એ જ રીતે હવે સરકાર લોકોને સસ્તા ભાવે ડુંગળી વેચવા જઈ રહી છે.
સોમવારને 21 ઓગસ્ટે આજરોજથી દિલ્હીમાં લોકોને સસ્તા ભાવે ડુંગળી વેચવામાં આવશે. સરકારી બફર સ્ટોકમાંથી ડુંગળી 25 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચવામાં આવશે. સરકારના આ નિર્ણયથી લોકોને ડુંગળીના મોંઘા ભાવથી ચોક્કસ રાહત મળી શકે છે.
પ્રાપ્ત વિહગત પ્રમાણે નેશનલ કો-ઓપરેટિવ કન્ઝ્યુમર ફેડરેશન ઓફ ઈન્ડિયા પહેલેથી જ કેન્દ્ર સરકાર વતી સસ્તા ભાવે ટામેટાંનું વેચાણ કરી રહ્યું છે. ટામેટાં બાદ હવે સસ્તા ભાવે ડુંગળી વેચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા નાણાકીય વર્ષ 2023-24 માટે 3 લાખ ટન ડુંગળીનો બફર સ્ટોક રાખવામાં આવ્યો છે.
NCCFના મેનેજિંગ ડિરેક્ટરે આપેલી જાણકારી પ્રમાણે દિલ્હીથી ડુંગળીનું વેચાણ શરૂ કરવા જઈ રહ્યા છીએ. અમે તેને મોબાઈલ વાન અને બે રિટેલ આઉટલેટ્સ દ્વારા 25 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચવાની યાજવા બનાવી છે.
દેશભરમાં ટામેટા બાદ છેલ્લા કેટલાક દિવસોથી ડુંગળીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આ જ કારણ છે કે ડુંગળીના ભાવને અંકુશમાં રાખવા માટે સરકારે તેની નિકાસ પર 40 ટકા ડ્યૂટી લગાવી છે, જે ડિસેમ્બર મહિના સુધી ચાલુ રહેશે.