
દિલ્હીના વેંડરે વડાપાવમાંથી બનાવ્યો આઈસ્ક્રીમ,લોકો ભડક્યા
- દિલ્હીના વેંડરે વડાપાવમાંથી બનાવ્યો આઈસ્ક્રીમ
- વીડિયો જોઈને લોકો ગુસ્સે થઈ ગયા
- કહ્યું – તમે શ્રાપ પામશો ! ભાઈ તેને બંધ કરો
જો તમને લાગે છે કે ફૂડસ સાથે સ્ટ્રીટ વેંડર્સએ અજીબોગરીબ એક્સપેરીમેન્ટ કરવાનું બંધ કરી દીધું છે, તો તમે કદાચ ખોટા છો. કારણ કે આ દિવસોમાં વડા પાવમાંથી બનાવેલ આઇસક્રીમ રોલનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને યૂઝર્સના મન મૂંઝાઈ ગયા છે. તે સ્પષ્ટ છે કે જો તમે આઇકોનિક વાનગી સાથે ગડબડ કરો છો, તો લોકો ગુસ્સે થશે. આ વીડિયો જોયા પછી લોકોનું કહેવું છે કે,આ સ્ટ્રીટ વેંડર્સ હવે વડાપાવને બદનામ કરીને છોડી દેશે.તો, કેટલાક યુઝર્સનું એવું પણ કહેવું છે કે આવી અજીબોગરીબ રેસિપીવાળા વીડિયો જોયા પછી લાગે છે કે, દુનિયાનો અંત નજીક છે.
‘વડા પાવ આઈસ્ક્રીમ રોલ’ની રેસીપી ધરાવતા આ વીડિયોએ લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચાડ્યો છે.વીડિયોમાં તમે જોઈ શકો છો કે, વેંડર પહેલા વડાપાવ લે છે. આ પછી તેના પર ઘણું ક્રીમ દૂધ રેડે છે. પછી તેને ફ્રીઝર પર ફેલાવી તેના રોલ તૈયાર કરી લે છે. આ વીડિયો જોયા પછી આઈસ્ક્રીમ પ્રેમીઓ અને વડાપાવ ખાનારાઓ કદાચ પોતાના પર કાબુ નહિ રાખી શકે.તો ચાલો પહેલા આ વિડીયો જોઈએ.
આ અજીબોગરીબ ફૂડ કોમ્બિનેશન આઈસ્ક્રીમની રેસીપી ઈન્સ્ટાગ્રામ પર thegreatindianfoodie નામના એકાઉન્ટથી શેર કરવામાં આવી છે. યુઝરે કેપ્શનમાં લખ્યું છે, તો આ વડાપાવ આઈસ્ક્રીમ રોલ કેવો છે? તેને દિલ્હીની અમર કોલોનીમાં એક વેંડર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.
એક યુઝરે સવાલ કરતા લખ્યું કે, શું તમે તેને ખાવા માંગો છો?તો, અન્ય એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું કે, તમે શ્રાપ પામશો, ભાઈ તેને બંધ કરો. તેવી જ રીતે, મોટાભાગના યુઝર્સ આ રેસીપી જોઈને આશ્ચર્યચકિત થાય છે. એકંદરે આ વીડિયો જોયા પછી લોકોના મગજ બગડી ગયા છે.વડાપાવ અને આઈસ્ક્રીમ સાથે ત્રાસ ગુજારવામાં આવી રહ્યો હોવાની વાત દરેક જણ કરી રહ્યા છે.