1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ડીઝલના ભાવ વધારાએ ટ્રક-ટ્રાન્સપોર્ટર્સની કેડ ભાંગી નાંખી, હવે ભાડા વધારવા બેઠક મળશે
ડીઝલના ભાવ વધારાએ ટ્રક-ટ્રાન્સપોર્ટર્સની કેડ ભાંગી નાંખી, હવે ભાડા વધારવા બેઠક મળશે

ડીઝલના ભાવ વધારાએ ટ્રક-ટ્રાન્સપોર્ટર્સની કેડ ભાંગી નાંખી, હવે ભાડા વધારવા બેઠક મળશે

0

અમદાવાદઃ રાજ્યમાં ડીઝલના ભાવ વધારાને લીધે ટ્રક-ટ્રાન્સપોર્ટરોની કેડ ભાંગી નાંખી છે. કોરોનાના કાળ બાદ માંડ બેઠા થયા ત્યાં જ ડીઝલમાં તોતિંગ વધારો થતાં અને બીજીબાજુ કોમ્પિટેશનને કારણે ટ્રક-ટ્રાન્સપોર્ટરોની હાલત દયનીય બની છે. ત્યારે હવે ભાડા વધારવાનો નિર્ણય કર્યો છે. ટ્રાન્સપોર્ટ ભાડામાં વધુ 10 ટકાના ભાડા વધારાના એંધાણ છે. ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ માટે ડિઝલ કરોડરજજુ સમાન છે. તેના ભાવમાં બદલવા સીધી અસર સર્જે છે.

રાજયમાં ડિઝલનો ભાવ 100 રૂપિયાને વટાવી ગયો છે. એટલે ‘ટ્રાન્સપોર્ટ’ના ધંધાર્થીઓ સ્તબ્ધ થઇ ગયા છે. આ સ્થિતિમાં ધંધો કેમ કરવો તે વિશે મુંઝવણ વ્યકત કરવા લાગ્યા છે. રાજકોટ ગુડઝ ટ્રાન્સપોર્ટ એસોસીએશનના સૂત્રોના કહેવા મુજબ ડીઝલમાં પખવાડીયામાં ચાર રૂપિયાનો ભાવવધારો થઇ ગયો છે. ટ્રાન્સપોર્ટ ભાડા કઇ રીતે નકકી કરવા તે સવાલ છે કારણ કે રોજબરોજ ભાવ વધે છે. અત્યારે નફા વિશે તો કોઇ વિચારતું નથી પરંતુ ખોટ-નુકસાની ન થાય તેની કાળજી રાખવાનો વખત આવ્યો છે. નાના ટ્રાન્સપોર્ટ સંચાલકો બેંક લોનના હપતા ભરવાની ચિંતામાં ધંધો જાળવી રાખે છે. અન્યથા મુશ્કલીનો પાર નથી. ટ્રાન્સપોર્ટરો દ્વારા ગત મહિને 15 ટકાનો ભાડા વધારો કરવામાં આવ્યો હતો. તેમાં પણ પાર્ટીઓ સાથે વિવાદ થઈ રહ્યો છે. હવે વધુ 10 ટકા ભાવ વધારો કરવો પડે તેમ છે. એકાદ બે દિવસમાં બેઠક બોલાવીને વિધિવત નિર્ણય કરવામાં આવશે.

ટ્રાન્સપોર્ટ ઉદ્યોગના સુત્રોએ એમ કહ્યું કે કોરોના કાળ પછી માંડ ધંધો ખીલ્યો છે. તહેવારોને કારણે ટ્રાન્સપોર્ટ વાહનોની માંગ સારી છે પરંતુ ઉંચા ભાડારૂપી અવરોધ આવ્યો છે. એસોસીએશન જયારે નિર્ણય લ્યે ત્યારે મોટા ભાગના ટ્રાન્સપોર્ટરોએ ભાવ વધારી જ દીધા છે. અગાઉ બાયોડિઝલથી વાહનો ચાલતા હતા એટલે આંશિક રાહત હતી પરંતુ હવે ફરજિયાત ડિઝલનો આશરો છે અને તેનો ભાવ 100ને પાર થઇ ગયો છે.
ભુતકાળમાં ડિઝલના ભાડા વધારા જેવા પ્રશ્નો ઉભા થાય ત્યારે સરકાર સામે મોરચો ખોલવામાં આવતો હતો. પરંતુ હવે આંદોલન કરવાના બદલે ડિઝલની પેરીટીએ ભાડા વધારો જ કરી નાખવાનું નકકી કરવામાં આવ્યું છે. લાંબા ગાળામાં જુદા જુદા રૂટ પર ટનદીઠ રૂા. 200થી 500નો ભાડા વધારો લાગુ પણ કરી દેવાયો છે. મુંબઇ રૂટ પર ટન દીઠ ભાડુ 2500 હતું તેના 3000 થઇ ગયા છે. કોલ્હાપુરના 3400વાળા 3700, બેંગ્લોરના 5000વાળા 5400, ચેન્નઇના 6000વાળા 6520 થઇ ગયા છે.

રાજકોટ ગુડઝ ટ્રાન્સપોર્ટ એસોસીએશનના સૂત્રોએ જણાવ્યું હતું કે,  રોજેરોજ ડીઝલના ભાવવધારાથી ધંધો મુશ્કેલ થઇ ગયો છે. બેંગ્લોર જેવા લાંબા રૂટની ગાડી પાંચ દિવસે પહોંચે જયારે 100 રૂપિયાવાળો ભાવ 102 થઇ ગયો હતો. ટ્રાન્સપોર્ટરને નુકસાનીની નોબત આવે છે. આ તર્ક સરકારે એક સમયે ભાવવધારો નાખી દેવો જોઇએ. એટલે ટ્રાન્સપોર્ટરો 6-12 મહિનાનું આયોજન કરીને યોગ્ય રીતે ધંધો તો કરી શકે.
ડીઝલના એકધારા ધરખમ ભાવવધારાને કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં ઓપો પડી જ રહયો છે. તહેવારોને કારણે ધંધો ખીલ્યો છે. પરંતુ અનેકવિધ અડચણોનો સામનો કરવો પડી રહયો છે. ડીઝલના ભાવવધારા ઉપરાંત શહેરમાં ચારેકોર ડાયવર્ઝન તથા ભંગાર રસ્તાને કારણે પણ મોટો માર સહન કરવો પડી રહયો છે.
ડીઝલના ધરખમ ઉંચાભાવને પગલે ટ્રાન્સપોર્ટરોએ હવે સીએનજીથી ચાલતી ટ્રકો પર દોટ લગાવવાનું શરૂ કર્યુ છે. 10 ટનની કેપેસીટીની સીએનજી ટ્રક મળવા લાગી છે. સામાન્ય ટ્રક કરતા 9.60 લાખ મોંધી છે, છતાં સીએનજી અને ડિઝલમાં મોટા ભાવફેરને ધ્યાને રાખીને ટ્રાન્સપોર્ટરો દોટ મુકવા લાગ્યા છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published.