
શું તમને ખબર છે? કે રંગની મદદથી પણ ધ્યાન ધરી શકાય છે!
સાધના, ચિંતન, યોગ, ધ્યાન, અધ્યાયન, મૌન આ બધી વસ્તુઓ આપણા દેશની અમુલ્ય સંપત્તિ છે જેનાથી લોકોને એવા એવા લાભ થાય છે કે જે કરોડો રૂપિયા ખર્ચ કર્યા પછી પણ મળે નહીં. ધ્યાન કરવા માટે લોકો અત્યારના સમયમાં શાંત જગ્યાઓને પસંદ કરી રહ્યા છે પરંતુ તે લોકો તે વાતથી અજાણ હશે કે રંગની મદદથી પણ ધ્યાન કરી શકાય છે.
જાણકારી અનુસાર વાસ્તવમાં, તે માત્ર એક પદ્ધતિ છે – જેમાં મન બધા વિચારો, મુશ્કેલીઓ અને તણાવથી મુક્ત થાય છે અને શાંતિથી એક વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ધ્યાન ત્યારે થાય છે જ્યારે મન પોતાના ભૂતકાળ અને ભવિષ્યને ભૂલીને માત્ર વર્તમાન વિશે જ વિચારે છે. જો કે, વર્તમાન સમયે રંગ ધ્યાન કરવું ખૂબ જ આર્થિક અને અસરકારક છે.
આ ઉપરાંત રંગો ભરતી વખતે મગજની જમણી અને ડાબી બાજુ બંને સક્રિય હોય છે. આ સિવાય સર્જનાત્મક વિચાર અને નિર્ણય એકસાથે થાય છે. જેના કારણે આપણા મગજનો વિકાસ થાય છે. આટલું જ નહીં, તે આપણા માનસિક સ્વાસ્થ્યને પણ ઘણું વધારે છે. રંગ ધ્યાન તણાવ ઘટાડવામાં પણ મદદ કરે છે.
ઉલ્લેખનીય છે કે લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે અને તેની કોઈ પૃષ્ટિ કરવામાં આવતી નથી.