
સરકાર પાસે કંઈ માંગો નહીં, નક્કી કરો કોની સરકાર લાવવી છે: નાના પાટેકરની ખેડૂતોને હાકલ
નાસિક: દેશમાં ચાલી રહેલા કિસાન આંદોલનમાં બોલીવુડ એક્ટર નાના પાટેકરની પણ એન્ટ્રી થઈ ચુકી છે. તેમણે મોટું નિવેદન આપ્યું છ. એક્ટરે ખેડૂતોને ટેકો આપ્યો છે. નાના પાટેકરે ખેડૂતોને પોતાનો નિર્ણય કરીને સરકાર ચૂંટવાની વાત કહી છે. નાના પાટેકરે કહ્યુ છે કે હવે સમય છે કે ખેડૂત કેટલીક માગણીઓ નહીં, પરંતુ નક્કી કરે કે તેમણે દેશમાં કોની સરકાર લાવવી છે. તેની સાથે તેમણે પોતાના રાજનીતિમાં આવવાના પ્રશ્નનો પણ જવાબ આપ્યો છે.
નાના પાટેકર હંમેશા પોતાના અભિપ્રાયને લઈને મુખર રહ્યા છે. ખેડૂતો પર ત્રાસદીને લઈને તેમણે હંમેશા અન્નદાતાઓનું સમર્થન કર્યું છે. આ વખતે તેમણે ખેડૂતોનો પક્ષ લેતા કહ્યુ છે કે 80થી 90 ટકા પહેલા ખેડૂત હતા, હવે ખેડૂત 50 ટકા છે. સરકાર પાસે હવે કંઈ માંગો નહીં. હવે નક્કી કરો કે સરકાર કોની લાવવાની છે. હું રાજનીતિમાં જઈ શકું નહીં, કારણ કે જે પેટમાં છે તે મોંઢા પર આવી જશે. તેઓ મને પાર્ટીમાંથી કાઢી મૂકશે. પાર્ટીઓ બદલતા-બદલતા એક માસમાં તમામ પાર્ટીઓ પુરી થઈ જશે. અહીં તમારા એટલે કે આપણા ખેડૂત ભાઈઓની સામે દિલની વાત કરી શકીએ છીએ. જે આપણને દરરોજ ભોજન આપે છે, તેની કોઈને પડી નથી. તો આપણને તમારી એટલે કે સરકારની શું પડી છે?
કિસાનો સાથેની વાતચીતમાં નાના પાટેકરે કકહ્યુ કે જો હું આત્મહત્યા પણ કરી લઈશ, તો પણ હું ખેડૂત તરીકે જ જન્મ લઈશ. ખેડૂત ક્યારેય એ નહીં કહે કે હું ખેડૂત તરીકે જન્મ લેવા માંગતો નથી. અમે જાનવરોની ભાષા જાણીએ છીએ, શું તમને સમય રહેતા ખેડૂતોની ભાષા બોલવાની આવડતી નથી?
જણાવી દઈએ કે નાના હંમેશા ખેડૂતોના સપોર્ટમાં બોલતા રહ્યા છે. તેઓ ખુદને ખેડૂતોના મોટા હિતૈષી ગણાવે છે. નાના પાટેકરે પહેલા પણ ખેડૂતો દ્વારા સતત કરવામાં આવી રહેલી આત્મહત્યાઓ પર અફસોસ વ્યક્ત કર્યો હતો. તેમણે એક સંસ્થા બનાવી હતી, જે ખેડૂતોના પક્ષમાં કામ કરે છે. તેમણે કહ્યુ હતુ કે ખેડૂત ભાઈ આત્મહત્યા કરો નહીં. પરંતુ તેમને ફોન કરો. નાના પ્રમાણે, તેમણે આર્થિક સ્થિતિમાં આત્મહત્યા કરનારા ખેડૂતોની 180 વિધવાઓને 15-15 હજાર રૂપિયાની મદદ પણ આપી હતી.
વર્કફ્રન્ટની વાત કરીએ, તો નાના પાટેકર છેલ્લે ધ વેક્સિન વોર ફિલ્મમાં જોવા મળ્યા હતા. વિવેક અગ્નિહોત્રીના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં તેમની સાથે પલ્લવી જોશી, રાયમા સેન અને અનુપમ ખેર પણ હતા. નાના હવે ટૂંક સમયમાં લાલબત્તીથી ઓટીટી ડેબ્યૂ કરવાના છે.
ખેડૂતોએ પોતાની દિલ્હી ચલો માર્ચ માટે નવો શિડ્યુલ જાહેર કર્યો છે. ખેડૂત નેતાઓએ દેશભરના ખેડૂતોને 6 માર્ચે દિલ્હી પહોંચવાની અપીલ કરી છે. ખેડૂત નેતાઓએ 10 માર્ચે ટ્રેન રોકો આંદોલનનું પણ એલાન કર્યું છે. તેની સાથે જ કહ્યુ છે કે સીમાઓ પર ખેડૂતોની સંખ્યા વધારવામાં આવશે.