
ચૂંટણી પહેલા પાકિસ્તાન પર બેવડો પ્રહારઃ ઘઉંના વધતા ભાવ અને વીજ કાપથી હાહાકાર, લોકો રસ્તા પર ઉતર્યા
નવી દિલ્હીઃ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનની મુશ્કેલીઓ ઓછી થવાને બદલે સતત વધી રહી છે. દરમિયાન ગિલગિટ અને બાલ્ટિસ્તાનમાં લોકો પ્રાથમિક સુવિધાઓના મામલે ફરી રસ્તા પર ઉતરી આવ્યા છે. સબસિટીવાળા ઘઉંના દરમાં વૃદ્ધિ અને 22 કલાક વિજળી કાપ સામે ગિલગિટમાં પ્રદર્શન ચાલું છે. બધા જિલ્લાઓમાં જનજીવન ઠપ થઈ ગયું હતુ, આ દરમિયાન બધી દુકાનો બંધ રહી અને વાહન વ્યવહાર ખોરવાયો હતો.
રિપોર્ટ અનુસાર, ગિલગિટ, સ્કર્દૂ, ડાયમેર, ઘાઈઝર, એસ્ટોલ, શિઘર, ઘાંચે, ખરમંગ, હુંજા અને નગરમા વિવિધ વિસ્તારમાં દુકાનો, બજારો, રેસ્ટોરન્ટ અને વ્યાપાર કેન્દ્રો બંધ રહ્યા હતા. આ દરમિયાન રસ્તા પણ જામ જોવા મળ્યો હતો. જેના લીધે નજીકના અને સરકારી કાર્યાલયો અને સ્કુલોમાં લોકો ઓછી સંખ્યામાં પહોચ્યાં હતા. દૂકાનો બંધ હોવાથી લોકોને જીવન જરૂરીયાત ચીજ વસ્તુઓ ખરીદવામાં મુશકેલીનો સામનો કરવો પડ્યો હતો.
રિપોર્ટ અનુસાર, વ્યાપારીઓ, ટ્રાન્સપોર્ટર્સ અને હોટલ માલિકોનું પ્રતિનિધિત્વ કરતા યુનિયનો સાથે ચર્ચા કરી અવામી એક્શન કમીટી (AAC)એ હડતાળનો નિર્ણય લીધો હતો. એવું કહેવાય છે. કે સરકારના સબસિડી વાળા ઘઉંના ભાવમાં વધારો કરવાનો નિર્ણય સામે છેલ્લા એક મહિનાથી પ્રદર્શન ચાવી રહ્યું છે.
પ્રદર્શન દરમિયાન, વક્તાઓએ સબસિડી વાળા ઘઉંના દરમાં વધારો કરવાના જીબી સરકારના નિર્ણયની નિંદા કરી, તેને મુખ્યમંત્રીની નિષ્ફળતા ગણાવી હતી. તેમને ચેતવણી આપી હતી કે, જો તેમની માંગ પૂરી નહીં કરાય તો રાજમાર્ગને બંધ કરવામાં આવશે. નમાજ પછી ટાંગિર, અસ્તોર, ખરમંડ, સ્કર્દૂ, શિગાર, ઘાંચે, હુંજા, નગર અને ખૈસરમાં વિરોધ રેલીઓ અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતુ.