
- અફઘાનિસ્તાનમાં બે વખત આવ્યો ભૂકંપ
- અત્યાર સુધી 26 લોકોના મોતની પૃષ્ટી
- આ સાથે અનેક લોકો ઘાયલ
દિલ્હીઃ- તાલિબાનને અફઘાનિસલ્તાન પર કબજો કર્યા અનેક સંકટોનો સામના કરી રહેલા અફઘાન પર હવે કુદરતનો કહેર વરસ્યો છે. અફઘાનિસ્તાનની ઘરતી સોમવારે ફરીએક વાર ઘ્રુજી ઉઠી હતી. આ કુદરતી આફતને કારણે પહેલાથી જ આર્થિક સંકટનો સામનો કરી રહેલા લોકોની મુશ્કેલીઓમાં હવે વધારો થયો છે. ભૂકંપના આંચકાને કારણે દેશના પશ્ચિમી પ્રાંત બદગીસમાં જાન-માલને ઘણું નુકસાન થયું હોવાના પણ સમાચાર મળી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર તુર્કમેનિસ્તાનની સરહદે અફઘાનિસ્તાનના પશ્ચિમી પ્રાંત બડઘિસમાં સોમવારે બે વાર ભૂકંપ આવ્યો. ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 26 લોકોના મોત થયા છે. તે જ સમયે, ઘણા લોકો ઘાયલ હોવાનું કહેવાય રહ્યું છે. યુએસ જીઓલોજિકલ સર્વે અનુસાર, 5.3ની તીવ્રતાનો પ્રથમ ભૂકંપ સ્થાનિક સમય અનુસાર બપોરે 2 વાગ્યે અનુભવાયો હતો, જ્યારે 4.9નો બીજો ભૂકંપ સાંજે 4 વાગ્યે અનુભવાયો હતો.
આ સાથે જ ભૂકંપનું કેન્દ્ર 30 કિલોમીટર અંદાજે 18.64 માઇલની ઊંડાઈએ નોંધાયું હતું. અધિકારીઓએ ભય વ્યક્ત કર્યો હતો કે મૃતકોની સંખ્યા વધી શકે છે કારણ કે ભૂકંપથી પ્રભાવિત દૂરના ગામોમાં રાહત અને બચાવ કામગીરી હજુ પણ ચાલી રહી છે.
આ પ્રાંતના સંસ્કૃતિ અને માહિતી વિભાગના વડા બસ મોહમ્મદ સરવારીએ જણાવ્યું હતું કે ભૂકંપના કારણે થયેલા વિનાશમાં અનેક મકાનો ધરાશાયી થયા છે. પ્રાંતના દક્ષિણ ભાગમાં સ્થિત કાદિસ જિલ્લામાં સૌથી વધુ નુકસાન થયું છે અને સૌથી વધુ જાનહાનિ થઈ છે.
બજઘિસના ગવર્નર મોહમ્મદ સાલેહે જણાવ્યું હતું કે કાદિસ જિલ્લામાં એક ઘરની છત ધરાશાયી થતાં અનેક લોકો કચડાઈ ગયા હતા. આ ઉપરાંત અન્ય ઘણા લોકો પણ ઘાયલ થયા છે, જેમાં બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે, આ સાથે જ 700 થી વધુ લોકો ઘાયલ પણ થયા છે.ઉલિલેખનીય છે કે આ પહેલા શુક્રવારે પણ એફઘાનિસ્તાનમાં ભૂકંપ અનુભવાયો હતો.