
સ્પાઇસ જેટના વિમાનના કેબિનમાં ઘૂમાડો નીકળવાની ઘટના – વિતેલી રાતે હૈદરાબાદ એરપોર્ટ ઈમરજન્સી લેન્ડિંગ
- સ્પાઇસજેટના વિમાનનું હૈદરાબાદ એરપોર્ટ ઈમરજન્સી લેન્ડિંગ
- કેબિનમાં ઘૂમાડો નીકળવાની બની ઘટના
- આ મામલે ડીજીસીએ આપ્યા તપાસના આદેશ
દિલ્હીઃ- છેલ્લા કેટલાક સમયથી અનેક વિમાનોમાં કામી સર્જવાની ઘટનાઓ સામે ઈવ રહી છે ત્યારે આજે ફરી એક વખત સ્પાઈસજેટના વિમાનના કેબિનમાં અચાનક ઘૂમાડો નીકળવાની ઘટના બની હતી જેના કારણે તાત્કાલિક વિમાનનું હૈદરાબાદ એરપોર્ટ પર લેન્ડિંગ કરાવામાં આવ્યું હતું.
આ ઘટના વિતેલી રાતની છે,ગોવાથી આવી રહેલા સ્પાઈસ જેટના પ્લેનનું બુધવારે રાત્રે હૈદરાબાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ઘટના અંગે માહિતી આપતા DGCA અધિકારીઓએ કહ્યું કે મામલાની તપાસ ચાલી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે બુધવારે મોડી રાત્રે વિમાનની કેબિનમાં ધુમાડો જોવા મળ્યા બાદ વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
સ્પાઈસ જેટની ફ્લાઈટે ગોવાથી રાત્રે 9.55 વાગ્યે ઉડાન ભરી હતી અને હૈદરાબાદમાં 11.30 વાગ્યે નિર્ધારિત લેન્ડિંગ પહેલા પાઈલટે કોકપિટમાં ધુમાડો જોયો હતો. આ ઘટનાથી મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો.આ સાથે જ ઈમરજન્સી લેન્ડિંગના કારણે નવ ફ્લાઈટને અન્ય શહેરોમાં ડાયવર્ટ કરવી પડી હતી. જેમાંથી છ ડોમેસ્ટિક ફ્લાઈટ, બે ઈન્ટરનેશનલ ફ્લાઈટ અને એક કાર્ગો ફ્લાઈટ ડાયવર્ટ કરવામાં આવી હતી.
DGCA દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, વિમાનના સુરક્ષિત લેન્ડિંગ બાદ વિમાનના મુસાફરોને ઈમરજન્સી એક્ઝિટ ગેટ પરથી બહાર કાઢવામાં આવ્યા હતા. હૈદરાબાદ એરપોર્ટના અધિકારીઓના જણાવ્યા અનુસાર, Q400 વિમાન VT-SQBમાં 80 મુસાફરો સવાર હતા. આ ઘટના રાત્રે 11 વાગ્યાની આજૂબાજૂ બનવા પામી હતી.