1. Home
  2. ગુજરાતી
  3. WC-2019: મોહમ્મદ હફીઝ અને બાબર આઝમના દમ પર પાકિસ્તાને ઈંગ્લેન્ડને આપ્યો 349 રનનો ટાર્ગેટ
WC-2019: મોહમ્મદ હફીઝ અને બાબર આઝમના દમ પર પાકિસ્તાને ઈંગ્લેન્ડને આપ્યો 349 રનનો ટાર્ગેટ

WC-2019: મોહમ્મદ હફીઝ અને બાબર આઝમના દમ પર પાકિસ્તાને ઈંગ્લેન્ડને આપ્યો 349 રનનો ટાર્ગેટ

0
Social Share

આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019ની છઠ્ઠી મેચમાં પાકિસ્તાનના બેટ્સમેનોને ગત મેચના નિરાશાજનક પ્રદર્શનથી એકદમ ઉલટ બેટિંગ કરીને સૌને ચોંકાવી દીધા છે. પાકિસ્તાને ટ્રેંટ બ્રિજની મેચમાં યજમાન ઈંગ્લેન્ડ વિરુદ્ધ 50 ઓવરમાં તાબડતોબ 348 રન કર્યા છે. જે વર્લ્ડ કપમાં પાકિસ્તાનનો બીજો સૌથી મોટો સ્કોર છે. તો વર્લ્ડ કપના ઈતિહાસની આ કોઈપણ ટીમનો બીજો સૌથી મોટો સ્કોર છે.

પાકિસ્તાન તરફથી ત્રણ બેટ્સમેનોએ હાફ સેન્ચ્યુરી લગાવી છે. મોહમ્મદ હફીઝ 84, બાબર આઝમ, 63 અને સરફરાઝ અહમદે 55 રન કર્યા છે.

ઈંગ્લેન્ડના ઝડપી બોલરોની બેહદ ખરાબ સ્થિતિ જોવા મળી હતી. સાઉથ આફ્રિકાની વિરુદ્ધ ત્રણ વિકેટ લેનારા બોલર જોફ્રા આર્ચરે 10 ઓવરમાં 79 રન આપ્યા હતા. વોક્સે ત્રણ વિકેટ લીધી, પણ તેણે પણ 71 રન આપ્યા હતા. મોઈન અલીએ 50 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. માર્ક વુડે 53 રન આપીને બે વિકેટ ખેરવી હતી. તેણે કેટલીક હદે પાકિસ્તાની બેટ્સમેનોને રોક્યા હતા.

પાકિસ્તાનની ક્રિકેટ ટીમે પોતાની ધમાકેદાર ઈનિંગ દરમિયાન ઘણાં રસપ્રદ રેકોર્ડ બનાવ્યા હતા. પાકિસ્તાન વર્લ્ડ કપમાં શતક વગર સૌથી મોટો સ્કોર કરનારી ટીમ બની ગયું છે. આ ઈનિંગમાં તેના ત્રણ બેટ્સમેનો હાફ સેન્ચ્યુરી લગાવવામાં કામિયાબ રહ્યા છે. પરંતુ કોઈએ શતકીય ઈનિંગ રમી નથી. આ પહેલા આ રેકોર્ડ સાઉથ આફ્રિકાના નામે હતો, ત્યારે 2015ના વર્લ્ડ કપમાં સદી વગર 6 વિકેટે 341 રનનો સ્કોર કર્યો હતો.

વેસ્ટઈન્ડિઝની વિરુદ્ધ પોતાની પહેલી જ મેચ ટીમમાં બેટિંગ ઓર્ડર સંપૂર્ણપણે ફ્લોપ રહ્યો હતો. બે વખત વિશ્વ કપ ચેમ્પિયન વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ 1992ની વર્લ્ડકપ વિજેતા પાકિસ્તાનની ટીમના માત્ર ચાર બેટ્સમેનો જ બેવડા અંકરના સ્કોર પર પહોંચી શક્યા હતા. ફખર જમાન અને બાબર આઝમે જ સૌથી વધુ 22-22 રનો કર્યા હતા. ટીમ 105 રન પર ઓલઆઉટ થઈ ચુકી હતી. જે વનડે ઈતિહાસમાં તેનો બીજો લઘુત્તમ સ્કોર છે.

બીજી તરફ ટૂર્નામેન્ટના પ્રબળ દાવેદાર ઈંગ્લેન્ડે પોતાની પહેલી મેચમાં દક્ષિણ આફ્રિકા જેવી મજબૂત ટીમને ચારો ખાને ચિત્ત કરી હતી. ધ ઓવલ સ્ટેડિયમમા રમાયેલી મેચમાં ઈંગ્લેન્ડે દક્ષિણ આફ્રિકાને 104 રને કારમી હાર આપીને વિશ્વકપમાં શાનદાર શરૂઆત કરી હતી.

પ્લેઈંગ ઈલેવન

ઈંગ્લેન્ડ: જેસન રોય, જોની બેયરસ્ટો, જો રુટ, ઈયોન મોર્ગન (કેપ્ટન), બેન સ્ટોક્સ, જોસ બટલર(વિકેટ કીપર), મોઈન અલી, ક્રિસ વોક્સ, જોફ્રા આર્ચર, આદિલ રાશિદ, માર્ક વુડ

પાકિસ્તાન : ફખર જમાન, ઈમામ ઉલ હક, બાબર આઝમ, મોહમ્મદ હફીઝ, સરફરાજ અહમદ (કેપ્ટન- વિકેટ કીપર), શોએબ મલિક, આસિફ અલી, શાદાબ ખાન, હસન અલી, વહાબ રિયાઝ, મોહમ્મદ આમિર

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code