1. Home
  2. ગુજરાતી
  3. જુઓ VIRAL VIDEO: રણથંભોરમાં બે વાઘ વચ્ચે દિલધડક લડાઇ
જુઓ VIRAL VIDEO: રણથંભોરમાં બે વાઘ વચ્ચે દિલધડક લડાઇ

જુઓ VIRAL VIDEO: રણથંભોરમાં બે વાઘ વચ્ચે દિલધડક લડાઇ

0
Social Share
  • જંગલમાં બે વાઘ વચ્ચેની લડાઇનો વીડિયો વાયરલ
  • @WildLense_Indiaએ આ વીડિયો કર્યો છે શેર
  • આ વીડિયોમાં વાઘની ત્રાડથી જંગલ પણ થથરી ઉઠે

રણથંભોર: જંગલમાં જ્યારે બે વાઘ લડાઇ કરે છે ત્યારે તેમની ત્રાડથી જંગલ પણ થથરી ઉઠે છે. સામાન્ય રીતે વાઘ તો વિસ્તાર અને સરહદના કારણે જ લડે છે. જેમાં ક્યારેક તેમને જીવ પણ ગુમાવવો પડે છે. આવી જ રીતે રણથંભોરમાં બે વાઘની વચ્ચેની લડાઇનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ 12 સેકન્ડના વીડિયોમાં બંને વાઘ એકબીજાને પટકતા જોવા મળે છે.

જુઓ વાયરલ વીડિયો

ટ્વીટર યૂઝર @WildLense_Indiaએ શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે કેટલાક ઝઘડાઓ ખૂબ જ ઘાતક હોય છે. વાઘની મોતનું કારણ એક વિસ્તાર અને તેના વર્ચસ્વ માટેની લડાઇઓ પણ હોય છે. આજે રણથંભોરમાં…હેડફોનનો ઉપયોગ કરો. આ વીડિયોમાં બે વાઘ એકબીજા સાથે ક્રોધિત થઇ લડી રહ્યા છે. આ લડાઇ દરમિયાન ત્રાડનો અવાજ પણ જોરદાર છે.

આ ઉપરાંત IFS પરવીન કાસવાને પણ આવો એક બે વાઘની લડાઇનો વીડિયો શેર કર્યો છે. કેપ્શનમાં લખ્યું છે કે બે મોટા વાઘ પરસ્પર લડી રહ્યાં છે. હેડફોન સાથે સાંભળો. ગજબની ત્રાડ અને જંગલની ગૂંજ સંભળાય છે.

(સંકેત)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code