Homeગુજરાતીઅમિતાભ બચ્ચન આવશે ગુજરાત... 'ખુશ્બુ ગુજરાત કી' પ્રોજેક્ટની નવી એડમાં જોવા મળશે...

અમિતાભ બચ્ચન આવશે ગુજરાત… ‘ખુશ્બુ ગુજરાત કી’ પ્રોજેક્ટની નવી એડમાં જોવા મળશે બીગબી

અમદાવાદઃ બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન આગામી દિવસોમાં ગુજરાતના મહેમાન બનશે. તેમજ ગુજરાતના ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે ‘ખુશ્બુ ગુજરાત કી’ પ્રોજેક્ટ હેઠળ શુટીંગ કરશે. મિલિનિયમ સ્ટાર અમિતાભ બચ્ચન કેવડિયા, પોળોના જંગલ અને ગીરનારમાં શુટીંગ કરે તેવી શકયતા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત ટુરિઝમના બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચને અગાઉ કચ્છમાં સફેદ રણ, ઘોરડો, અમદાવાદમાં સાબરમતી આશ્રમ સહિતના સહિતના સ્થળો ઉપર ખુશ્બુ ગુજરાત કી પ્રોજેક્ટ હેઠળ શૂટીંગ કર્યું હતું. ત્યારે તેઓ ફરી એકવાર ‘ખુશ્બુ ગુજરાત કી..’ પ્રોજેક્ટનું શુટીંગ કરવા માટે ગુજરાત આવી રહ્યાં છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બીગ-બીના હુલામણા નામથી ઓળખાતા અમિતાભ બચ્ચન જાન્યુઆરી મહિનામાં 3 દિવસની મુલાકાતે ગુજરાતના પ્રવાસે આવે તેવી શકયતા છે. આ સમયગાળા દરમિયાન તેઓ કેવડિયા કોલોની ખાતે નર્મદા સહિતના વિસ્તારોમાં શુટીંગ કરશે. આ ઉપરાંત પોળોના જંગલ, ગીરનાર અને ડાયનાસોર પાર્કમાં શુટીંગ કરે તેવી શકયતા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ટુરિઝમ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે છેલ્લા કેટલાક વર્ષોમાં સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવ્યાં છે. જેના કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં દેશ-વિદેશના પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. બીજી તરફ સરકાર દ્વારા ટુરિઝમ સ્થળોનો પણ વિકાસ કરવામાં આવ્યો છે.

સંબંધિત લેખો

Most Popular