1. Home
  2. ગુજરાતી
  3. ગોલ્ડન બોય નીરજ ચોપરાએ સમુદ્રમાં બતાવ્યો સ્વેગ, પાણીની અંદર પણ ભાલા ફેંકવાનો કર્યો પ્રયાસ, જુઓ VIDEO
ગોલ્ડન બોય નીરજ ચોપરાએ સમુદ્રમાં બતાવ્યો સ્વેગ, પાણીની અંદર પણ ભાલા ફેંકવાનો કર્યો પ્રયાસ, જુઓ VIDEO

ગોલ્ડન બોય નીરજ ચોપરાએ સમુદ્રમાં બતાવ્યો સ્વેગ, પાણીની અંદર પણ ભાલા ફેંકવાનો કર્યો પ્રયાસ, જુઓ VIDEO

0
Social Share
  • માલદીવના સમુદ્રામાં ગોલ્ડન બોય નીરજ ચોપરાએ સ્વેગ બતાવ્યો
  • પાણીની અંદર પણ ભાલા ફેંકવાનો કર્યો પ્રયાસ
  • હાલમાં સોશિયલ મીડિયા પર આ વીડિયો છે વાયરલ

નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનું નામ રોશન કરનારા અને ઇતિહાસ રચનાર ગોલ્ડ મેડલિસ્ટ ભાલા ફેંકનાર નીરજ ચોપરા હાલમાં માલદીવમાં રજાઓ ગાળી રહ્યો છે. વેકેશન દરમિયાન પણ તે પોતાના થ્રોને કેવી રીતે સુધારવો તે અંગે વિચાર કરી રહ્યો છે.

માલદીવના કુરાવેરી રિસોર્ટમાં નીરજનો ઉતારો છે. નીરજે પોતાના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તે સમુદ્રમાં ડ્રાઇવિંગ કરતી વખતે પાણીની દર જેવેલિન ફેંકવાનો પ્રયાસ કરતો જોવા મળે છે. બેકગ્રાઉન્ડમાં એ આર રહેમાનનું વંદે માતરમ ગીત ચાલી રહ્યું છે.

‘ગોલ્ડન બોય’ નીરજે (Neeraj chopra) વીડિયોનું કેપ્શન લખ્યું, ‘આકાશમાં, જમીન પર અથવા પાણીની નીચે. હું હંમેશા બરછી ફેંકવા વિશે વિચારું છું. તાલીમ શરૂ થઈ ગઈ છે. વીડિયોમાં, નીરજ (નીરજ ચોપરા સ્કુબા ડાઇવ) પાણીની નીચે બરછી ફેંકતા પહેલા રનઅપ્સ લઈને બરછી ફેંકવાનું અનુકરણ કરી સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.

નોંધનીય છે કે, નીરજે 87.58 મીટરની ફાઇનલમાં ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)ની જેવેલિન થ્રો ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code