1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સોમવારે બપોરના 11 વાગ્યે દરેકના મોબાઈલ ફોન પર ટેસ્ટીંગ મેસેજ આવશે, કોઈએ ગભરાવવું નહીં
સોમવારે બપોરના 11 વાગ્યે દરેકના મોબાઈલ ફોન પર ટેસ્ટીંગ મેસેજ આવશે, કોઈએ ગભરાવવું નહીં

સોમવારે બપોરના 11 વાગ્યે દરેકના મોબાઈલ ફોન પર ટેસ્ટીંગ મેસેજ આવશે, કોઈએ ગભરાવવું નહીં

0
Social Share

ગાંધીનગરઃ સમગ્ર રાજ્યમાં આવતીકાલે તા.16 ઓક્ટોબર 2023  સોમવારના રોજ સવારે 11.00 કલાકે ‘Large Scale Testing of Cell Broadcast’ કરાશે. સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમ એ મોબાઈલ ઉપકરણો પર વિવિધ કુદરતી આપત્તિની મહત્વપૂર્ણ માહિતી મોકલવા માટેની સુવિધા છે. હવામાનની વિવિધ ગંભીર ચેતવણીઓથી લઈને સ્થળાંતર,બચાવ કામગીરી જેવી સૂચનાઓ મોબાઈલ ઉપકરણો દ્વારા જાહેર જનતાને સલામતી માટે મોકલવામાં આવશે.આ અંગેના દરેક નાગરિકોના મોબાઈલ ઉપર ટેસ્ટીંગ મેસેજ પ્રસારિત થશે. એટલે આ માત્ર ટેસ્ટિંગ મેસેજ હોવાથી નાગરિકોએ ગભરાવવું નહીં.

ગુજરાતમાં તમામ લોકોના મોબાઈલ ફોન પર તા.16મીને સોમવારે બપોરે 11ના ટકોરે  એક સેમ્પલ ટેસ્ટિંગ મેસેજ”મોકલાશે. જે  સંદેશો ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા સેલ બ્રોડકાસ્ટિંગ સિસ્ટમ દ્વારા મોકલવામાં આવે છે. આ મેસેજ- સંદેશને અવગણવો કારણ કે તમારા તરફથી કોઈ પગલાં કે ચિંતા કરવાની જરૂર નથી. આ સંદેશ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા લાગુ કરવામાં આવી રહેલી સમગ્ર દેશની ઇમરજન્સી એલર્ટ સિસ્ટમના પરીક્ષણ માટે મોકલવામાં આવ્યો છે. કટોકટી દરમિયાન સમયસર ચેતવણી આપીને જાહેર સલામતી વધારવા તેમજ જાનહાનિ અટકાવવાના ઉદ્દેશ્ય સાથે ભવિષ્યમાં આ વ્યવસ્થા અમલી બનાવવામાં આવનાર છે તેના પરીક્ષણના ભાગરૂપે આ મેસેજ મોકલવામાં આવશે. તેમ, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે,નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી- NDMA દ્વારા SACHET પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે. આ પોર્ટલ થકી જાહેર જનતાને ડિઝાસ્ટર સંબંધી મેસેજ અલગ અલગ માધ્યમથી મોકલી શકાય છે. (File photo)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code