બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓ બન્યાં વધારે હિંસકઃ 9 વર્ષમાં હિન્દુઓ અને મંદિરો ઉપર હુમલાના 3721 બનાવો
દિલ્હીઃ બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી હિન્દુઓ ઉપર અત્યાચારના બનાવોમાં વધારો થયો છે. જો કે, બાંગ્લાદેશમાં કેટલાક દિવસોથી નહીં પરંતુ વર્ષોથી કટ્ટરપંથીઓ હિન્દુઓને નિશાન બનાવતા હોવાના દાવા કરવામાં આવી રહ્યાં છે. રિપોર્ટ અનુસાર નવ વર્ષના સમયગાળામાં હિન્દુઓના 3721 ઘર અને મંદિરોમાં તોડફોડની ઘટના બની છે. પાંચ વર્ષના સમયગાળામાં 2021માં સૌથી વધારે હુમલા થયા છે. કટ્ટરપંથીાઓ પણ વધારે આક્રમક બન્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ચાલુ વર્ષની વાત કરીએ અત્યારી સુધી હિન્દુઓના ઘર અને મકાન ઉપર હુમલાના 1678 જેટલા બનાવો સામે આવ્યાં છે. એટલું જ નહીં હિન્દુઓએ પોતાના ઘર્મના પાલન કરવાની સાથે જીવન નિર્વાહ કરવું પણ મુશ્કેલ બન્યું છે. છેલ્લા 9 વર્ષની વાત કરવામાં આવે તો વર્ષ 2014 હિન્દુઓ માટે સૌથી વધારે પીડા દાયક રહ્યું હતું. 2014માં કટ્ટરપંથીઓએ 1200થી મકાનોમાં તોડફોડ કરી હતી. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 196 જેટલા ઘર, દુકાનો, મંદિર અને મઠમાં તોડફોડ કરીને ઉપદ્રવ ફેલાવ્યો છે. એટલું જ નહીં હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિઓની પણ તોડફોડ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી કુરાનના કથિત અપમાનને લઈને કટ્ટરપંથીઓ દ્વારા હિન્દુઓ ઉપર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે. તેમજ 60થી વધારે મકાનોને રવિવારે જ ધર્મ ઝૂનૂનૂ ટોળાએ આગ ચાંપી હતી.