ENTERTAINMENTગુજરાતી

નવરાત્રીમાં ફાલ્ગુની પાઠક સાથે ગરબા માટે થઈ જાવ તૈયાર, લઇને આવી રહી છે રોમેન્ટિક ગીત

  • આવી રહ્યા છે માં ના નવલા નોરતા
  • ફાલ્ગુની લઈને આવી રહી છે રોમેન્ટિક ગીત
  • ફાલ્ગુની પાઠકનું નવું ગીત ‘મધમિથુ નામ’
  • સુધીર દેસાઈ દ્વારા લખાયેલુ છે આ ગીત

અમદાવાદ: નવરાત્રીને બસ ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે ગાયિકા ફાલ્ગુની પાઠક આ ત્યોહાર માટે એક પરફેકટ ગીત લઈને આવ્યા છે. આ ગીત રાસબિહારી દેસાઇ દ્વારા કંપોઝ કરવામાં આવ્યું છે અને સુધીર દેસાઈ દ્વારા લખાયેલું છે. ફાલ્ગુનીનું આ નવું ગીત ‘મધમિથુ નામ’ એ એક લોકપ્રિય ગુજરાતી ગીત છે.

ફાલ્ગુનીએ કહ્યું,”આમાં કોઈ શંકા નથી કે ‘મધમિથુ નામ’ ખૂબ જ સુંદર ગીત છે. તે હંમેશા મારા માટે એક મહાન ગીત રહ્યું છે અને તેથી હું તેને ગાવા માંગુ છું. હું ખૂબ જ ખુશ છું કે, હું પહેલી છું. જે આ પ્રતિષ્ઠિત ગીતનું રેકોર્ડ વર્ઝન લઈને આવી છું.’

તેમણે આગળ કહ્યું કે,”વીડિયોને રેકોર્ડ કરવા અને શૂટ કરવામાં ખૂબ જ મજા આવી. આ નવરાત્રી આપણે બધા આપણા ઘરેથી ઉજવીશું,એવામાં આ ગીત મારું એ લોકો માટે છે જે સંગીતને પ્રેમ કરે છે.તેમજ પ્રેમ અને આશાનો સંદેશ ફેલાવે છે. આપ સૌ ખુશીથી ભરેલી અને સુરક્ષિત નવરાત્રી મનાવો.”

_Devanshi