
મશહૂર કોમેડી સ્ટાર ભારતી સિંહનો આજે 37મો જન્મદિવસઃ જાણો લોકોને હસાવતા આ ચહેરા પાછળના દર્દ, કોમેડિ સફર ખેડવા માટે સમાજે પરિવારને કર્યો હતો બોયકોટ
- કોમેડીયન ફિમેલ વર્લ્ડમાં ભારતીનું નામ મોખરે
- લોકોને પેટપકડીને હસાવવામાં ભારતી સફળ રહી
- કોમેડી સફર તેના માટે શરુઆતમાં ઘણો મુશ્કેલ રહ્યો
- એક સમયે તેના પરિવારનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો
મુંબઈઃ- ‘ભારતી સિંહ’, આ નામ કોઈની ઓળખનું મોહતાઝ નથી, આજે કોમેડ જગતમાં ભારતીનું નામ પહેલા લેવામાં આવે છે, તેમની લોકપ્રિયતાથી હરકોી વાકેફ છે, જૂદા જુદા ટેલીશોમાં કોમિડીયન તરીકે ભારતીએ એક આગવી ઓળખ મેળવી છે, એક ફિમેલ હોવા છત્તા સ્ટેજ પર લાખો લોકો વચ્ચે લોકોને હસાવવાનું સરશતાથી કરી લે છે, આજે તે દરેકના દિલમાં રાજ કરે છે, ત્યારે 3 જુલાઈના રોજ ભારતી સિંહ તેનો 37મો જન્મ દિવસ મનાવી રહી છે,
ભારતીના કોમેડિ સફરની જો વાત કરીએ તો તેમના આ કામને લઈને શરુઆતના દિવસોમાં લોકોએ ખૂબ સંભળાવ્યું હતું , ત્યા સુધી કે તેમના પરિવારની લોકોએ અવગણના પણ કરી,કારણ કે તે એક ફિમેલ હતી અને કોમેડિ જગતમાં પોતાની ઓળખ બનાવવા માંગતી હતી,લોકો તેને ટોન્ટ મારતા હતા કે, મુંબઈમાં છોકરીઓ કી રીતે સફળતા મેળવે છે અમે જાણીએ છીએ, આટલી હદે લોકોના મહેણા ટોળા સાંભળીને પણ ભારતી તેના ગોલ તરફ આગળ વધી. ત્યારે આજે આ સ્થાન પર ભારતીને જોઈને તેનો વિરોધ કરનારા લોકો મોન થયા છે. આજે ભારતી ઈન્ડિયાની કોમેડિ ક્વિન તરીકે ઓળખ પામી છે.
એક્ટિંગ, મોડેલિંગ અને શોને હોસ્ટ કરવામાં ભારતીએ રંગ જમાવ્યો છે
ભારતી સિંહ ધ ગ્રેટ ઇન્ડીયન લાફ્ટર ચેલેન્જ સિઝન-4ની એક ફાઈનલિસ્ટ હતી તે સિઝન ન જીતવા છતા કોમેડી સર્કસની ઘણી સિઝનમાં જોવા મળી હતી. 2009માં કોમેડી સર્કસકા તડકા , કોમેડી સર્કસ મહાસંગ્રામ ,કોમેડી સર્કસ કે સુપર સ્ટાર અને કોમેડી સર્કસ કા જાદૂ વગેરે શોમાં તેણે પોતાની અદાથી દર્શકોના દિલ જીત્યા હતા.ભારતિ સિંહએ એક્ટીંગની સાથે સાથે મોડેલિંગ પણ કર્યું. ફેશન ડીઝાઈનરો માટે રેંપ વોક પણ કર્યું હતું જ્યારે ઝલક દિખલાજામાં ડાન્સર બનીને સામે આવી, આ સાથે જ ભારતીએ ઈન્ડીયાઝ ગોટ ટેલેન્ટ અને કોમેડી નાઈટ બચાવો શો ને હોસ્કટ કર્યો હતો અને 2017માં પતિ હર્ષ લિંબાચિયા સાથે નચ બલિયેમાં જોવા મળી .
પોતાના પર હાસ્ય ક્રિએટ કરવું સૌથી અઘરુ કામઃ જે ભારતીએ કરી બતાવ્યું
ભારતી પોતાના વજનને લઈને ક્યારેય હતાશ નથી થતી, તે પોતાના વજનને લઈને પણ સ્ટેજ પર કોમેડિ કરતી જોવા મળે છે, પહેલા તો સૌથી મોટી વાત પોતાના પર હસવું, આ સમયમાં લોકો બીજાનાઓ પર તરત હસી કાઢે છે પરંતુ તેનાથી ઘણું અઘરુ છે પોતાના પર હસીને કોમેડિ સર્જવી અને બીજાઓના ચહેરા પર હાસ્ય લાવવું, આ ક્રાય ભારતી સરળતાથી કરી રહી છે, તે હંમેશા ખુશ મિઝાજમાં જોવા મળે છે.
એક સમયે ભારતીના પરિવારનો સમાજે બહિષ્કાર કર્યો હતો
ભારતી એ હર્ષ લિમ્બાચિયા સાથે લગ્ન કર્યા છે, તે બન્ને ઓન સ્ટેજ પર ઘણી વખત સાથે હોય છે,તેઓ એકબીજાની રસપ્રદ વાતો શેર કરતા જોવા મળે છે,ભારતી અને તેના પતિ હર્ષ લિંબાચિયા ડાન્સ રિયાલિટી શો પણ હોસ્ટ કરી રહ્યાં છે. આ દરમિયાન ભારતી તેના અંગત જીવનના રહસ્યો પણ જાહેર કરતી રહે છે. ત્યારે તેણે પોતાના સફરની વાત કરી હતી, અને કઈ રીતે તેના પરિવારનો વિરોધ કરવામાં આવ્યો તે વાત જાહેર કરી હતી.બાળપણમાં જ ભારતી એ પિતાને ગુમાવ્યા ,માતા એ તેની પરવરિશ કરીને તેને મોટી કરી જેને લઈને લોકો તેના સાને અવનવી વાતો કરતા અને તેના પરિવારને સંભળાવતા હતા, જો કે આજે સફળતાની સીડિ પાર કરીને ભારતીએ લોકોની બોલતી બંધ કરી છે