1. Home
  2. ગુજરાતી
  3. ભારતીય ક્રિકેટર વોશિંગ્ટનના સ્વપ્નને પૂર્ણ કરવા પિતાની કુરબાની, પરિવારને સંક્રમણથી બચાવવા રહે છે અલગ
ભારતીય ક્રિકેટર વોશિંગ્ટનના સ્વપ્નને પૂર્ણ કરવા પિતાની કુરબાની, પરિવારને સંક્રમણથી બચાવવા રહે છે અલગ

ભારતીય ક્રિકેટર વોશિંગ્ટનના સ્વપ્નને પૂર્ણ કરવા પિતાની કુરબાની, પરિવારને સંક્રમણથી બચાવવા રહે છે અલગ

0
Social Share

બેંગ્લોરઃ ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરની વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલ અને ઈંગ્લેન્ડ પ્રવાસ માટે બીસીસીઆઈ દ્વારા પસંદગી કરવામાં આવી છે. વોશિંગ્ટનનું ક્રિકેટનું મક્કા ગણાતા ઈંગ્લેન્ડના લોડ્સના મેદાનમાં રમવાનું સ્વપ્ન છે. દીકરાનું આ સ્વપ્ન પુરુ થાય તે માટે કોરોના મહામારીને પગલે સંક્રમણ ના ફેલાય તે માટે પિતા હાલ પરિવારથી અલગ રહે છે. જો કે, દરરોજ વીડિયો ફોન ઉપર પરિવારજનો સાથે વાતચીત કરે છે. વોશિંગ્ટનના પિતા કામકાજ અંગે બહાર ફરતા હોય છે. જેથી પરિવારજનોને સંક્રમણ ના લાગે તે માટે તેઓ પરિવારથી અલગ રહે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કોરોના મહામારીને પગલે આઈપીએલને સ્થગિત કરવામાં આવી છે. અનેક ખેલાડીઓ કોરોના સંક્રમિત થયાં હતા. દરમિયાન ભારતીય ટીમે વિશ્વ ચેમ્પિયનશીપ ફાઈનલ અને ઈંગ્લેન્ડ પ્રવાસની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઓસ્ટ્રેલીયા પ્રવાસ પર શાનદાર પ્રદર્શન ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરની વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ અને ઇંગ્લેંડ સામેની સિરીઝ માટે પસંદ કર્યો છે. બીજી તરફ લોડ્સ અને ઈંગ્લેન્ડના અન્ય મેદાન ઉપર ક્રિકેટ રમવાનું સ્વપ્ન આગામી દિવસોમાં પૂર્ણ થવાનું હોવાથી વોશિંગ્ટન અને તેના પરિવારજનોમાં ખુશી ફેલાઈ છે. કોરોના મહામારીને પગલે વોશિંગ્ટન સુંદરના પિતાએ પુત્રને કોરોનાથી સુરક્ષિત રાખવા માટે પ્રયાસ કરી રહ્યાં છે. તેમજ તેઓ વોશિંગ્ટનથી અલગ બીજા ઘરમાં રહેવા લાગ્યા છે.

વોશિંગ્ટનના પિતા એમ સુંદરે જણાવ્યું હતું, કામકાજ અર્થે ઘરની બહાર જવુ પડતુ હોય છે. જેને લઇ ઘરમાં કોરોના સંક્રમણ આવવા અને ફેલાવવાની શક્યતાઓ રહેતી હોય છે. જ્યારે સુંદર આઇપીએલ 2021 સ્થગીત થવા બાદ ઘરે પરત ફર્યો હતો, ત્યારથી હું બીજા ઘરમાં રહી રહ્યો છું. હું વોશિંગ્ટનને માત્ર વિડીયોકોલ દ્વારા જોવુ છું. મારી પત્નિ અને પુત્રી તેની સાથે એક જ ઘરમાં રહે છે. કારણ કે તેઓ ઘરની બહાર નિકળતા નથી. વોશિંગ્ટન હંમેશા લોર્ડસ અને ઇંગ્લેંડના અન્ય મેદાન પર ક્રિકેટ રમવા ઇચ્છતો હતો. આ તેનું વર્ષોનું સપનું હતું. અમે નથી ઇચ્છતા કે, કોઇ પણ કિંમતે તેનો આ પ્રવાસ રદ થાય.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code