1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. તલાટીની 3437 અને જુનિયર ક્લાર્કની 1181 જગ્યા માટેનું ફાઈનલ સિલેકશન લિસ્ટ જાહેર કરાયું
તલાટીની 3437 અને જુનિયર ક્લાર્કની 1181 જગ્યા માટેનું ફાઈનલ સિલેકશન લિસ્ટ જાહેર કરાયું

તલાટીની 3437 અને જુનિયર ક્લાર્કની 1181 જગ્યા માટેનું ફાઈનલ સિલેકશન લિસ્ટ જાહેર કરાયું

0
Social Share

અમદાવાદઃ  ગુજરાતમાં તલાટી અને જુનિયર ક્લાર્ક પરીક્ષાનું ગત જુન મહિનામાં એક સાથે પરિણા જાહેર કરાયા બાદ ઉમેદવારો સિલેક્શન લિસ્ટની રાહ જોઈને બેઠા હતા, હવે તેમની આતુરતાનો અંત આવ્યો છે. પંચાયત સેવા પસંદગી બોર્ડના દ્વારા આ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. 3487 તલાટી અને 1181 જુનિયર ક્લાર્કનું ફાઈનલ સિલેક્શન લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.

તલાટી કમ મંત્રીની 3437 અને જુનિયર ક્લાર્કની 1181 જગ્યા માટેનું ફાઈનલ સિલેકશન લિસ્ટ મંડળની વેબસાઈટ પર જાહેર કરાયું છે. પંચાયત સેવા પસંદગી બોર્ડના ચેરમેન હસમુખ પટેલ અને સ્ટાફની મહેનતથી સિલિક્શન લિસ્ટ જાહેર કરાયું છે.  તલાટી કમ મંત્રીની 3437 જગ્યા માટે અને જુનિયર ક્લાર્કની 1181 જગ્યા માટેનું ફાઈનલ સિલેકટ લિસ્ટ મંડળની વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે. જુનિયર ક્લાર્કની પરીક્ષા સૌથી પહેલા 29 જાન્યુઆરી, 2023ના રોજ યોજવાની હતી જો કે પેપર લીક થતા તે દિવસે પરીક્ષા સ્થગિત કરવામાં આવી હતી. પરીક્ષા રદ કરાતા પરીક્ષાર્થીઓમાં ભારે ગુસ્સે ભરાયા હતા અને સરકાર – તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો હતો. ત્યારબાદ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા 9 એપ્રિલના રોજ 1181 જગ્યા માટે જુનિયર ક્લાર્કની પરીક્ષા બપોરે 12.30 કલાકથી 1.30 કલાક દરમિયાન યોજવામાં આવી હતી. ત્યારે ગુજરાતભરમાં 32 જિલ્લાના 3 હજાર પરીક્ષા કેન્દ્રો 7.28 લાખ ઉમેદવારોએ આ સરકારી નોકરી માટેની પરીક્ષા આપી હતી. જુનિયર ક્લાર્ક બાદ મે મહિનામાં તલાટીની પરીક્ષા પણ યોજાઇ હતી. 7 મે, 2023ના રોજ બપોરે 12.30થી 1.30 દરમિયાન તલાટીની પરીક્ષા યોજાઇ હતી. તે દિવસ ગુજરાતભરના 2697 પરીક્ષા કેન્દ્રોના 28,814 વર્ગખંડમાં 8.64 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આ પરીક્ષા 3437 તલાટીના પદ માટે યોજાઈ હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code