Homeગુજરાતીદેશ-વિદેશદિલ્હીમાં પાંચ માળની PG બિલ્ડિંગ ધરાશાયી: 6 યુવકોના મોત, બિલ્ડીંગ માલિક સામે...

દિલ્હીમાં પાંચ માળની PG બિલ્ડિંગ ધરાશાયી: 6 યુવકોના મોત, બિલ્ડીંગ માલિક સામે કાર્યવાહી

નવી દિલ્હી, 7 સપ્ટેમ્બર 2026: દિલ્હી યુનિવર્સિટી (DU)ના સાઉથ કેમ્પસ નજીક સત્ય નિકેતન વિસ્તારમાં એક હૃદયદ્રાવક દુર્ઘટના બની છે. વિદ્યાર્થીઓ માટે પેઈંગ ગેસ્ટ (PG) તરીકે ઉપયોગમાં લેવાતી પાંચ માળની એક જૂની ઇમારત અચાનક તૂટીને ધરાશાયી થઈ ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયાનું હોવાનું જાણવા મળે છે. બીજી તરફ સમગ્ર ઘટનાને લઈને દિલ્હી પોલીસે એફઆઈઆર નોંધીને બિલ્ડિંગના માલિક હરિરામ બંસલ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જારી કરી છે. ઘટના બાદથી હરિરામ ફરાર છે. દિલ્હી પોલીસે તેની ધરપકડ કરવા માટે ગુરુગ્રામ સહિત અનેક સ્થળોએ દરોડા પાડ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આ ઇમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર રિપેરિંગનું કામ ચાલી રહ્યું હતું. આ ઉપરાંત, સતત વરસાદના કારણે બેસમેન્ટમાં પાણી ભરાઈ જવાથી ઇમારતનો પાયો નબળો પડી ગયો હોવાની આશંકા સ્થાનિક લોકો વ્યક્ત કરી રહ્યા છે. અંદાજે 30 થી 50 વર્ષ જૂની આ ઇમારત નિયમ વિરુદ્ધ માત્ર ગ્રાઉન્ડ પ્લસ એક માળની પરવાનગી સામે ગ્રાઉન્ડ પ્લસ ચાર માળ સુધી ગેરકાયદેસર રીતે ધમધમતી હતી. પોલીસે બિલ્ડિંગના માલિક હરિરામ અને અન્ય જવાબદાર ઈસમો સામે સાઉથ કેમ્પસ પોલીસ સ્ટેશનમાં ગેરઇરાદતે હત્યા, બેદરકારી અને લોકોની સુરક્ષા જોખમમાં મૂકવા બદલ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય આપત્તિ મોચન બળ (NDRF)ની 70 કર્મીઓ ધરાવતી બે ટીમો અને શ્વાન દસ્તો (Dog Squad) તાત્કાલિક બચાવ કામગીરીમાં જોડાઈ હતી. કાટમાળમાં દવાયેલા લોકોને શ્વાસ લેવામાં તક ન પડે તે માટે ઓક્સિજન સિલિન્ડર પણ અંદર પહોંચાડવામાં આવ્યા છે. દિલ્હી પોલીસ, ફાયર સર્વિસ, DDMA અને સ્થાનિક નાગરિકો પણ બચાવ કાર્યમાં ખડેપેલે જોડાયા છે.

  • મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ તાત્કાલિક ઘટનાસ્થળની મુલાકાત લીધી

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ તાત્કાલિક ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને AIIMS ટ્રોમા સેન્ટર ખાતે ઘાયલ વિદ્યાર્થીઓ તથા ડોક્ટરો સાથે મુલાકાત કરી હતી. મુખ્યમંત્રીએ આ સમગ્ર ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે અને દોષિતો સામે કડક કાર્યવાહીની ખાતરી આપી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ સ્થિતિનો તાગ મેળવીને તંત્રને ઝડપી રાહત કામગીરી કરવા નિર્દેશ આપ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, વડાપ્રધાન મોદી અને રાહુલ ગાંધી સહિતના દિગ્ગજ નેતાઓએ આ દુર્ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

આ ઘટના બાદ ABVP, NSUI અને CJP જેવા સંગઠનો મેદાને આવ્યા છે. મ્યુનિસિપાલ કોર્પોરેશન (MCD)ની બેદરકારી સામે રોષ વ્યક્ત કરતા ABVPના કાર્યકર્તાઓ દ્વારા સિવિક સેન્ટર પર ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જ્યાં પોલીસ સાથે થયેલી આંતરિકડક્કીમાં કેટલાક વિદ્યાર્થીઓની અટકાયત પણ કરવામાં આવી છે. આ દુર્ઘટનાએ ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં ચાલતા ગેરકાયદેસર PG અને મકાનોના જોખમી માળખા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular