1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સિદ્ધપુર GIDCમાં ફુડ વિભાગના દરોડા, ફેકટરીમાંથી 5508 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરાયો
સિદ્ધપુર GIDCમાં ફુડ વિભાગના દરોડા, ફેકટરીમાંથી 5508 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરાયો

સિદ્ધપુર GIDCમાં ફુડ વિભાગના દરોડા, ફેકટરીમાંથી 5508 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરાયો

0
Social Share

પાટણઃ ગુજરાતમાં ખાદ્ય ચિજવસ્તુઓમાં ભેળસેળ અને નકલી બનાવટનું વેચાણ વધી રહ્યું છે. લોકોના આરોગ્ય સાથે ચેડા થતાં હોય ફુડ વિભાગ દ્વારા સમયામતરે વિવિધ વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવતું હોય છે. ત્યારે સિદ્ધપુર જી.આઇ.ડી.સી.માં ડેરીવાલા ફાર્મ પ્રોડક્ટસ નામની ઘી ફેક્ટરીમાં ફૂડ વિભાગ અને પોલીસે બાતમી આધારે રેડ કરી રૂ.16,52 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો સિઝ કર્યો હતો. અને ઘીના સેમ્પલ લેવામાં આવ્યા છે. સિદ્ધપુરમાં ઘીની ફેક્ટરીમાં થયેલી રેડને પગલે પાટણ ઘી બજારના વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો.

સિધ્ધપુર જીઆઇડીસીમાં ડેરીવાલા ફાર્મ નામની ઘી બનાવવાની ફેક્ટરી આવેલી છે. તેમાં શંકાસ્પદ ઘી નો જથ્થો હોવાની સિદ્ધપુર પોલીસને બાતમી મળતાં પોલીસે પાટણ ફૂડ વિભાગને જાણ કરતાં સિધ્ધપુર પોલીસ અને પાટણ ફૂડ વિભાગના ડેઝિકનેટેડ ઓફિસર આર. આઈ ગઢવી, અને ફૂડ સેફ્ટી ઓફિસર એચ.બી ગુર્જર તેમજ યુ.એચ રાવલે બાતમી આધારે ડેરીવાલા ફાર્મ પ્રોડક્ટ નામની ઘી ની ફેક્ટરીમાં બુધવારે બપોરે 2:00 ના અરસામાં રેડ કરતાં ઘી નો મોટો જથ્થો મળી આવ્યો હતો જેમાં લેબલ વગરના ઘી ભરેલાં ડબ્બા મળ્યા હતા તેમજ જૈનમ બ્રાન્ડના ઘી ભરેલા ડબ્બા પણ મળી આવ્યા હતા.તેમાંથી ફુડ વિભાગએ શંકાસ્પદ ઘીના ચાર સેમ્પલ લીધા હતા.જે પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ફુડ વિભાગે સિદ્ધપુરની ફેક્ટરીમાંથી રૂ 16,52,400 નો શંકાસ્પદ ઘીનો જથ્થો સિઝ કર્યો હતો. જેમાં લેબલ વગરના 15 કિલો ઘી ના 150 ડબ્બા, પાંચ કિલો ગાયના ઘીના જૈનમ બ્રાન્ડના 32 ડબ્બા, એક લીટર ઘી ની જૈનમ બ્રાન્ડની 75 બરણી ભરેલા પાંચ બોક્સ અને લેબલ વગરની 15 કિલો ઘી ની પ્લાસ્ટિકની બેગમાં પેક કરેલા 202 બોક્સનો જથ્થો ફુડ વિભાગ એ સિઝ કર્યો હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code