
વિદેશમંત્રી જયશંકરે ડેનમાર્કના વડાપ્રધાન સાથે કરી મુલાકાતઃ અફઘાનની સ્થિતિને લઈને થઈ ચર્ચા
- ડેનમાર્કના પીએમ સાથે વિદેશ મંત્રી એસજયશંકરે કરી મુલાકાત
- આ મુલાકાતમાં અફઘાનની સ્થિતિને લઈને ચર્ચા કરવામાં આવી
દિલ્હીઃ- તાલિબાનીઓ એ જે રીતે અફઘાનિસ્તાન પર કબજો કર્યો છે તે સ્થિતિથી સૌ કોઈ વાકેફ છે ત્યારે આ વચ્ચે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે વિતેલા દિવસને રવિવારના રોજ ડેનમાર્કના વડાપ્રધાન મેટ ફ્રેડરિક્સન સાથે મુલાકાત કરી હતી. તેમણે ડેનમાર્કના પીએમ સામે અફઘાનિસ્તાનની હાલની પરિસ્થિતિ રજૂ કરી હતી આ સાથે જ ઇન્ડો-પેસિફિક ક્ષેત્રની સુરક્ષાના મુદ્દે પણ પોતાના મંતવ્યો શેર કર્યા.
જયશંકર દ્વિપક્ષીય સંબંધોને વેગ આપવા અને યુરોપિયન યુનિયન સાથે ભારતના સહયોગને વધુ મજબૂત બનાવવા માટે ત્રણ યુરોપિયન દેશો – સ્લોવેનિયા, ક્રોએશિયા અને ડેનમાર્કના પ્રવાસના છેલ્લા ચરણમાં ડેનમાર્ક પહોંચ્યા હતા. શનિવારે, તેમણે તેમના ડેનિશ સમકક્ષ જૈફ કોફોડ સાથે ભારત-ડેનમાર્ક સંયુક્ત આયોગ બેઠકના ચોથા રાઉન્ડની સહ-અધ્યક્ષતા કરી.
વિદેશ મંત્રી એસ. જયશંકરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તરફથી પણ ડેનમાર્કના પીએમ માટે પણ શુભેચ્છા પાઠવી હતી. બંને નેતાઓએ યુરોપિયન યુનિયનની વૈશ્વિક ભૂમિકા વિશે ઘણી ચર્ચાઓ કરી હતી. મંત્રી જયશંકરે આ મુાકાતની વિગતોપોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરી છે. જયશંકરે એક ટ્વિટમાં કહ્યું કે, “આજે મારું સ્વાગત કરવા બદલ ડેનમાર્કના વડા પ્રધાન મેટ ફ્રેડરિકસનનો આભાર. અમારી હરિત વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવામાં તેમનું નેતૃત્વ પ્રશંસનીય છે.
વિદેશ મંત્રાલય દ્વારા દિલ્હીમાં કહેવામાં આવ્યું હતું કે,આપણા વિદેશમંત્રી એસ.જયશંકર 20 વર્ષમાં ડેનમાર્કની મુલાકાત લેનારા પ્રથમ વિદેશ મંત્રી બન્યા છે. આ દરમિયાન, જયશંકરે વર્ચ્યુઅલ રીતે ડેનમાર્કમાં રહેતા ભારતીય સમુદાયને પણ મળ્યા અને તેમના વર્તન અને કાર્ય સાથે ડેનિસ પબ્લિકની સામે તેમના દ્વારા બનાવેલા ભારતના ચિત્ર માટે તેમનો આભાર માન્યો. આ પહેલા શનિવારે જયશંકરે તેમના ડેનિસ સમકક્ષ જૈપ કોફોડ સાથે ભારત-ડેનિસ સંયુક્ત આયોગની અધ્યક્ષતા કરી હતી.
વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે ડેનમાર્ક તેની ક્ષમતા, અનુભવો અને શ્રેષ્ઠ પ્રયાસોને કારણે ગ્રીન કવર વધારવાના ભારતના પ્રયાસોમાં “અત્યંત અનોખો ભાગીદાર” છે. તેમણે કહ્યું કે બંને વચ્ચેના સંબંધો વચ્ચે ખાસ વાત એ છે કે ડેનમાર્ક એકમાત્ર એવો દેશ છે જેની સાથે ભારતની હરિત વ્યૂહાત્મક ભાગીદારી છે. વિકાસના આ તબક્કે ભારત જેવા દેશ માટે તેમના અનુભવો ખૂબ મદદરૂપ છે.