
દેશના પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એમએસ ગિલનું 86 વર્ષની વયે અવસાન
દિલ્હીઃ- આપણા દેશના પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર મનોહર સિંહ ગિલનું વિતેલા દિવસને રવિવારે દક્ષિણ દિલ્હીની એક હોસ્પિટલમાં અવસાન થયું. તેઓ કેટલાક સમયથી બીમાર હતા. ઉમર સંબઘિત બીમારીના કારણે ગિલ 86 વર્ષની ઉમંરે અંતિમ શ્વાસ લીઘાહ તા.
ગો ગિલના પરિવાર વિશએ વાત કરીએ તો તેમના પરિવારમાં પત્ની અને ત્રણ પુત્રીઓ છે. તેમના નજીકના લોકોએ જણાવ્યું કે ગિલના અંતિમ સંસ્કાર આજરોજ સોમવારે અહીં કરવામાં આવશે.
વઘુ માહિતી પ્રમાણે ભૂતપૂર્વ અમલદાર ગિલ, જ્યારે શિરોમણી અકાલી દળના વડા પંજાબના મુખ્ય પ્રધાન હતા ત્યારે પ્રકાશ સિંહ બાદલ હેઠળ યુવા અધિકારી તરીકે સેવા આપી હતી. ગિલ ડિસેમ્બર 1996 અને જૂન 2001 વચ્ચે મુખ્ય ચૂંટણી કમિશનર હતા.
ભૂતપૂર્વ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે જ્યારે ટી.એન. શેષન જ્યારે ચૂંટણી પંચના વડા હતા ત્યારે ગિલ અને જીવીજી કૃષ્ણમૂર્તિને ચૂંટણી પંચના સભ્ય બનાવવામાં આવ્યા હતા. અધિકારીએ કહ્યું કે તે જ સમયે (જ્યારે શેશન મુખ્ય ચૂંટણી કમિશનર હતા) ચૂંટણી પંચને ત્રણ સભ્યોની સંસ્થા બનાવવામાં આવી હતી. રાજકારણમાં પ્રવેશનારા તેઓ કદાચ પ્રથમ ભૂતપૂર્વ CEC હતા. ગિલ કોંગ્રેસના સભ્ય તરીકે રાજ્યસભામાં પહોંચ્યા અને 2008માં તેમને કેન્દ્રીય રમતગમત મંત્રી બનાવવામાં આવ્યા.