1. Home
  2. revoinews
  3. મહિલા દિવસ નિમિત્તે ડૉ. હેડગેવાર ભવન ખાતે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન
મહિલા દિવસ નિમિત્તે ડૉ. હેડગેવાર ભવન ખાતે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન

મહિલા દિવસ નિમિત્તે ડૉ. હેડગેવાર ભવન ખાતે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન

0
Social Share

અમદાવાદ, 9 માર્ચ, 2026 – Dr. Hedgewar Bhavan આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે રાજ્ય સહિત સમગ્ર દુનિયામાં વિવિધ મહિલાલક્ષી કાર્યક્રમોનું વિશેષ આયોજન થયું હતું. તે અનુસંધાને કર્ણાવતીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત “ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ – ગુજરાત” દ્વારા ડો. હેડગેવાર ભવન, કાંકરીયા, મણિનગર ખાતે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

Free medical camp organized at Dr. Hedgewar Bhavan
Free medical camp organized at Dr. Hedgewar Bhavan

નેશનલ મેડિકોઝ ઓર્ગેનાઇઝેશન અને દાણીલીમડા અર્બન હેલ્થ સેન્ટર ના સહયોગથી વિવિધ રોગોના નિદાન માટે વ્યવસ્થા કરવામાં આવી જેમાં ડાયાબિટીસ, ગાયનેક, રક્ત, આંખ અને ફેફસાંની મફત તપાસ અને નિદાન કરવામાં આવ્યું. કુલ ૨૦૦થી વધુ બહેનોએ આ મેડિકલ કેમ્પનો લાભ લીધો.

આ મેડિકલ કેમ્પમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કર્ણાવતી પૂર્વ વિભાગના માનનીય સંઘચાલકજી અને ડૉ. હેડગેવાર સ્મારક સમિતિના ટ્રસ્ટી શ્રી ભરતભાઈ શાહ, શ્રી વાસુદેવભાઈ (ટ્રસ્ટી, ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ) અને દાણીલીમડા અર્બન હેલ્થ સેન્ટરના ડૉ. હિરેનભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા, રાષ્ટ્ર સેવિકા સમિતિના સેવિકાઓ દ્વારા સમગ્ર કાર્યક્ર્મની વ્યવસ્થામાં કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ VIDEO: આણંદ હવે માત્ર અમૂલથી નહીં, ડૉ. એકતા શાહથી પણ ઓળખાશેઃ જાણો કેમ?

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code