Homeગુજરાતીબહેરીનની સૌથી મોટી ઓઈલ રિફાઈનરી BAPCO પર ભીષણ હુમલો

બહેરીનની સૌથી મોટી ઓઈલ રિફાઈનરી BAPCO પર ભીષણ હુમલો

તહેરીન, 9 માર્ચ 2026: ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા જંગની આગ હવે તેલના ભંડારો સુધી પહોંચી ગઈ છે. બહેરીનની સૌથી મોટી અને એકમાત્ર ઓઈલ રિફાઈનરી BAPCO પર ભીષણ હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલા બાદ રિફાઈનરીમાં ઈમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં રિફાઈનરીમાંથી કાળા ધુમાડાના ગોટેગોટા ઉડતા જોઈ શકાય છે. ઉલ્લેખનીય છે કે, 4 દિવસ પહેલા પણ આ રિફાઈનરીને નિશાન બનાવવામાં આવી હતી, પરંતુ આ વખતનો હુમલો અત્યંત ઘાતક મનાઈ રહ્યો છે.

બહેરીન એ આરબ દેશોમાં અમેરિકાનો મુખ્ય સહયોગી દેશ છે. આથી માનવામાં આવે છે કે આ હુમલો ઈરાન દ્વારા જ કરવામાં આવ્યો હશે. જોકે, હજુ સુધી બહેરીન કે ઈરાન તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. 90 વર્ષ જૂની આ રિફાઈનરી પ્રતિદિન 4 લાખ બેરલ તેલ પ્રોસેસ કરવાની ક્ષમતા ધરાવે છે. આ રિફાઈનરી માત્ર બહેરીન માટે જ નહીં, પણ સાઉદી અરેબિયા અને કુવૈત જેવા દેશોના તેલ રિફાઈનિંગ માટેનું પણ મુખ્ય કેન્દ્ર છે. જો આ રિફાઈનરી લાંબો સમય ઠપ રહેશે તો વૈશ્વિક તેલ પુરવઠા પર તેની સીધી અસર પડશે.

ઈરાને આક્રમક વલણ અપનાવતા ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ 200 ડોલરને પાર કરી શકે છે. હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમત 110 ડોલરની આસપાસ પહોંચી ગઈ છે. જો યુદ્ધ લાંબુ ખેંચાશે તો વિશ્વભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો થવો નિશ્ચિત છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ સ્થિતિ પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, ઈરાનમાં સત્તા પરિવર્તન થયા પછી જ તેલની કિંમતો અને યુદ્ધની સ્થિતિ કાબૂમાં આવશે. નોંધનીય છે કે, 27 ફેબ્રુઆરીએ યુરેનિયમ સંવર્ધનના મુદ્દે અમેરિકાએ ઈરાન પર હુમલો કર્યો હતો, જેના પછી આ સમગ્ર યુદ્ધની શરૂઆત થઈ છે.

આ પણ વાંચોઃ વૈશ્વિક તેલ સંકટ: હોર્મુઝમાં સપ્લાય ઠપ થતા ક્રૂડ ઓઈલ 110 ડોલરને પાર

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img