
1 જુલાઈથી પંજાબમાં 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે
- સામાન્ય જનતાને રાહત આપતા મોટી જાહેરાત
- પંજાબમાં 1 જુલાઈથી 300 યુનિટ વીજળી મફત
- માન સરકારે 30 દિવસનું રિપોર્ટ કાર્ડ રજૂ કર્યું
ચંડીગઢ :પંજાબમાં ભગવંત માનની સરકારને સત્તામાં આવ્યાને એક મહિનો વીતી ગયો છે.આ અવસર પર રાજ્ય સરકારે સામાન્ય જનતાને રાહત આપતા મોટી જાહેરાત કરી છે. 1 જુલાઈથી રાજ્યના દરેક ઘરને 300 યુનિટ સુધી મફત વીજળી આપવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકારે તેના 30 દિવસના કાર્યકાળનું રિપોર્ટ કાર્ડ બહાર પાડ્યું. આ સાથે અખબારોમાં જાહેરાતો દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે,1 જુલાઈથી પંજાબમાં 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે.
જોકે, હજુ સુધી ભગવંત માન તરફથી મફત વીજળીને લઈને કોઈ નિવેદન આવ્યું નથી.આ પહેલા ભગવંત માને દાવો કર્યો હતો કે,તેઓ 16 એપ્રિલે પંજાબના લોકો માટે મોટી જાહેરાત કરશે.હવે સરકારે અખબારોમાં વિજ્ઞાપનો દ્વારા જાહેરાત કરી છે કે,પંજાબમાં 1 જુલાઈથી 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે.
તાજેતરમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળ્યા હતા. બેઠકમાં ‘કેજરીવાલની પ્રથમ ગેરંટી’ હેઠળ 300 યુનિટ મફત વીજળી કેવી રીતે આપવામાં આવશે તેના પર લાંબી ચર્ચા થઈ હતી. આ બેઠક બાદ ભગવંત માને કહ્યું હતું કે,હું બહુ જલ્દી પંજાબના લોકોને એક ખુશખબર આપીશ.