
આજથી ઝારખંડના કેટલાક જીલ્લાઓમાં શાળાઓ ખુલશે -જેમાં 7 જીલ્લાઓમાં માત્ર ઘોરણ 9 અને 12ના જ વર્ગો ખુલશે
- આજથી ઝારખંડમાં ખુલશે શાળાઓ
- 7 જીલ્લામાં ઘોરણ 9 અને 12ના વર્ગો ખુલશે
રાંચીઃ- દેશભરમાં કોવિડ મહામારીને કારણે ઘણા જીલ્લાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યું છે જો કે કોરોનાના કેસોમાં થોડી રાહત થતાની સાથે જ કેટલાક રાજ્યો શાળા કોલેજો ફરીથી શરુ કરી રહ્યા છએ આજ શ્રેણીમાં ઝારખંડમાં આજથી 17 જીલ્લાઓમાં શૈક્ષણિક કાર્યોનો આરંભ થઈ રહ્યો છે.
રાજ્યમાં આજથી શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓને ફરીથી ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. કોવિડ કેસોમાં થયેલા સુધારાને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો છે ,17 જીલ્લાઓમાંથી સાત જિલ્લામાં માત્ર ધોરણ 9 થી 12 સુધીના વર્ગો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.
સોમવારે મુખ્યમંત્રી હેમંત સોરેનની અધ્યક્ષતામાં સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં શૈક્ષણિક સંસ્થાઓને ફરીથી ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણય મુજબ, 17 જિલ્લામાં તમામ વર્ગો માટે શાળાઓ ફરીથી ખોલવામાં આવશે. એક અધિકારીએ આ સંદર્ભમાં જણાવ્યું હતું કે બાકીના સાત જિલ્લાઓમાં જ્યા 9 થી 12ના વર્ગો જ ખોલાશે જેમાં રાંચી, પૂર્વ સિંઘભૂમ, ચતરા, દેવઘર, સરાઈકેલા, સિમડેગા અને બોકારોનો સમાવેશ થાય છે કારણ કે અહી હાલ પણ કોરોનાના કેસો વધુ આવી રહ્યા છે .
આ સાથે જ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ જેમ કે કોલેજો, યુનિવર્સિટીઓ અને ITI ને પણ ફરીથી ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. ઝારખંડ સરકારે 3 જાન્યુઆરીએ કોવિડ-સંબંધિત નિયંત્રણો ફરીથી લાગુ કર્યા, તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને પર્યટન સ્થળો બંધ કર્યા અને કચેરીઓમાં હાજરી 50 ટકા સુધી મર્યાદિત કરી.
સરકારે સ્ટેડિયમમાં દર્શકો વિના રમતગમતના કાર્યક્રમોને પણ મંજૂરી આપી છે. આ સિવાય જીમ અને સ્વિમિંગ પુલને ફરીથી ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. વધુમાં વધુ 200 લોકોની હાજરીને મંજૂરી આપીને સરકારે મીટિંગ યોજવાની છૂટછાટ આપી છે. નિવેદન અનુસાર, ઑફલાઇન સ્પર્ધાત્મક પરીક્ષા માટે પણ પરવાનગી આપવામાં આવી છે.આ સાથે જ તમામ ઉદ્યાનો અને પર્યટન સ્થળો બંધ રહેશે. રેસ્ટોરાં, બાર, સિનેમા હોલ, દુકાનો અને શોપિંગ મોલ ખુલશે, પરંતુ તેમની ક્ષમતા એક સમયે 50 ટકાથી વધુ નહીં હોય.