લાલુ પરિવારમાં ભડકો: રોહિણી આચાર્યનો ઘરના જ લોકો પર આકરા પ્રહાર
પટના, 10 જાન્યુઆરી 2026: બિહારના રાજકારણના સૌથી શક્તિશાળી ગણાતા લાલુ પ્રસાદ યાદવના પરિવારમાં ફરી એકવાર કલેહના સમાચાર સામે આવ્યા છે. લાલુ યાદવની પુત્રી રોહિણી આચાર્યએ શનિવારે સોશિયલ મીડિયા પર એક વિસ્ફોટક પોસ્ટ કરીને પાર્ટી અને પરિવારની અંદર ચાલી રહેલા ‘ષડયંત્ર’ સામે મોરચો ખોલ્યો છે. રોહિણીએ ઈશારા-ઈશારામાં જણાવ્યું કે, જે વિરાસતને વર્ષોની મહેનતથી ઉભી કરવામાં આવી હતી, તેને બહારના લોકોએ નહીં પણ પોતાના જ લોકોએ નુકસાન પહોંચાડ્યું છે.
- ‘પોતાના જ વજૂદ મિટાવવા બેઠા છે’
રોહિણી આચાર્યએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું કે, “ખૂબ જ મહેનતથી બનાવાયેલી અને ઉભી કરાયેલી ‘મોટી વિરાસત’ને તહસ-નહસ કરવા માટે પારકાની જરૂર નથી હોતી, ‘પોતાના’ અને પોતાનાઓના કેટલાક ષડયંત્રકારી ‘નવા બનેલા પોતાના’ જ પૂરતા હોય છે.”
આ પણ વાંચોઃદિલ્હી-NCR : હળવા વરસાદ છતાં AQI 400ને પાર
તેણીએ વધુમાં ઉમેર્યું કે, “નવાઈ તો ત્યારે લાગે છે જ્યારે જેમના કારણે ઓળખ મળી હોય, જેમના કારણે વજૂદ હોય, તે ઓળખ અને વજૂદના નિશાનને જ કોઈના બહેકાવવામાં આવીને મિટાવવા માટે ‘પોતાના’ જ તૈયાર થઈ જાય છે. જ્યારે અહંકાર માથે ચડી જાય છે, ત્યારે વિનાશક જ બુદ્ધિ-વિવેક હરી લે છે.”
ઉલ્લેખનીય છે કે, બિહાર વિધાનસભા ચૂંટણીમાં RJD ની હાર બાદ રોહિણી આચાર્યએ પોતાના ભાઈ તેજસ્વી યાદવ અને તેમના સાથીઓ પર ગંભીર આરોપો લગાવ્યા હતા. રોહિણીએ અગાઉ જણાવ્યું હતું કે તેમને અપમાનિત કરવામાં આવ્યા હતા અને તેમની પર ચપ્પલ પણ ફેંકવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃજમ્મુ-કાશ્મીર: સાંબામાં ડ્રોન દ્વારા ફેંકાયેલ પિસ્તોલ અને ગ્રેનેડનો જથ્થો જપ્ત


