જર્મનીના વિદેશમંત્રી એનાલેના બેયરબોક ભારતની ત્રણદિવસીય મુલાકાતે – વિદેશમંત્રી એસ જયશંકર સહીત અનેક નેતાઓને મળશે
- જર્મનીની વિદેશમંત્રી ભારતની મુલાકાતે
 - મંત્રી એસ જયશંકર સાથે કરશે બેઠક
 - અનેક મુદ્દાઓ પર થશે ચર્ચાઓ
 
દિલ્હીઃ- આજરોજ સોમવારે વહેલી સવારે જર્મનીના વિદેશમંત્રી એનાલેના બેયરકબોક દિલ્હી આવી પહોચ્યા છે,તેઓ આજથી ત્રણ દિવસની ભારતની મુલાકાતે આવ્યા છએ તેઓ અહીં ભારતના વિદેશમંત્રી એસ જયશંકર સહીત કેટલાક નેતાઓ સાથે પણ આજે મુાલાકાત કરશે,તેઓ ભારત નહોતા પહોચ્યા તે પહેલા જ તેમણે ભારતની પ્રસંશા કરી હતી અને કહ્યું કે ભારત ઉભરતી આર્થિક શક્તિ અને મજબૂત લોકતંત્ર છે,ભારત અનેર દેશોનું રોલ મોડલ પણ છે.
એનાલેના બેયરકબોક કે ટ્વીટ કરીને કહ્યું કે, ‘હું G7 ના જર્મનીના પ્રમુખપદના છેલ્લા મહિનામાં અને ભારતે G20 નું પ્રમુખપદ સંભાળ્યાના થોડા દિવસો બાદ જ ભારતની મુલાકાત લઈ રહી છું. મારી વાત આપણા સમયના સૌથી જરૂરી કામો પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે.
બેરબોક સોમવારથી શરૂ થનારી ભારતની બે દિવસીય મુલાકાત દરમિયાન કાશ્મીરમાં યુએનની ભૂમિકા અંગેની તેમની ટિપ્પણીને લઈને સર્જાયેલા વિવાદને શાંત પાડવાનો પ્રયાસ કરશે. બર્લિનના ચાઇના પ્રત્યેના અભિગમને લઈને જર્મન સરકારની અંદરના મતભેદોની પૃષ્ઠભૂમિમાં પણ આ મુલાકાત થઈ રહી છે, કારણ કે તેની મુલાકાત પહેલા બેરબોકે કહ્યું હતું કે જર્મન કંપનીઓ કે જેઓ સંપૂર્ણપણે એક બજાર પર નિર્ભર છે તેઓ કદાચ 100 ‘ke દેશના શ્રેષ્ઠ આર્થિક હિતોને ધ્યાનમાં રાખશે નહીં.
બેરબોકે કહ્યું કે તમામ આંતરિક અને સામાજિક પડકારો હોવા છતાં, ભારત વિશ્વના ઘણા દેશો માટે એક રોલ મોડેલ અને સેતુ છે. ભારત પણ જર્મનીનું કુદરતી ભાગીદાર છે. સોમવારે વિદેશ પ્રધાન એસ જયશંકર અને તેમના જર્મન સમકક્ષ અન્નાલેના બિઅરબોક વચ્ચેની વાતચીતમાં ચીન સાથે ભારતના સંબંધો અને યુક્રેન પર રશિયાના યુદ્ધના પરિણામની સંભાવના છે.
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

