1. Home
  2. ગુજરાતી
  3. WhatsApp વેબ યુઝર્સ માટે સારા સમાચાર,ફરી આવી રહ્યું છે સિક્યોરિટી ફીચર
WhatsApp વેબ યુઝર્સ માટે સારા સમાચાર,ફરી આવી રહ્યું છે સિક્યોરિટી ફીચર

WhatsApp વેબ યુઝર્સ માટે સારા સમાચાર,ફરી આવી રહ્યું છે સિક્યોરિટી ફીચર

0
Social Share

ઇન્સ્ટન્ટ મેસેજિંગ માટે વિશ્વભરમાં WhatsAppનો સૌથી વધુ ઉપયોગ થાય છે. લાખો વપરાશકર્તાઓ માટે તે એકબીજા સાથે જોડાયેલા રહેવાનું મુખ્ય માધ્યમ બની ગયું છે. આ જ કારણ છે કે વોટ્સએપ તેના યુઝર્સ માટે અવનવા ફીચર્સ સાથે પ્રયોગ કરતું રહે છે. કંપની ઘણીવાર નવા ફીચર્સ લાવે છે પરંતુ કેટલીકવાર જૂના ફીચર્સ પણ હટાવી દે છે. જો તમે ડેસ્કટોપ પર WhatsAppનો ઉપયોગ કરો છો તો તમારા માટે સારા સમાચાર છે. કંપની ટૂંક સમયમાં એક ફીચર એડ કરવા જઈ રહી છે.

વાસ્તવમાં, WhatsAppએ લગભગ એક વર્ષ પહેલા ડેસ્કટોપ મોડ અને વેબ વર્ઝનમાંથી વ્યૂ વન્સ ફીચર હટાવી દીધું હતું, હવે કંપની ફરી એકવાર યુઝર્સ માટે આ ફીચર રજૂ કરવા જઈ રહી છે. મતલબ કે હવે ડેસ્કટોપ યુઝર્સને વોટ્સએપ પર સુરક્ષાનું વધુ એક સ્તર મળવા જઈ રહ્યું છે.

ગોપનીયતાના દૃષ્ટિકોણથી WhatsAppનું વ્યૂ વન્સ ફીચર ખૂબ જ ઉપયોગી છે. આ સુવિધાનો ઉપયોગ કરીને, જ્યારે તમે કોઈને ફોટો અથવા વિડીયો મોકલો છો,ત્યારે પ્રાપ્તકર્તા તે ફાઇલને માત્ર એક જ વાર જોઈ શકે છે. એકવાર ફાઇલ ખોલ્યા પછી, તે આપમેળે કાઢી નાખવામાં આવે છે. હવે ડેસ્કટોપ યુઝર્સ ફરી એકવાર આ ફીચરનો ઉપયોગ કરી શકશે.

વોટ્સએપ ડેસ્કટોપ વર્ઝનમાં આવનારા આ ફીચર વિશેની માહિતી લોકપ્રિય વેબસાઈટ WhatsAppinfo દ્વારા આપવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, આ વ્યૂ વન્સ ફીચર ટૂંક સમયમાં વેબ યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવશે. Wabateinfo દ્વારા આ અંગેનો સ્ક્રીનશોટ પણ શેર કરવામાં આવ્યો છે. સ્ક્રીનશોટ બતાવે છે કે જ્યારે કોઈ ફોટો અથવા વિડીયો શેર કરવામાં આવે છે, ત્યારે યુઝર્સને ઈમોજી બારની બાજુમાં વ્યૂ વન્સ ફીચર મળશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code