1. Home
  2. ગુજરાતી
  3. ગૂગલ ક્લાઉડ ગેમિંગ સર્વિસ સ્ટેડિયામાં ટૂંક સમયમાં એડ થશે નવી ગેમ અને સ્ટફ
ગૂગલ ક્લાઉડ ગેમિંગ સર્વિસ સ્ટેડિયામાં ટૂંક સમયમાં એડ થશે નવી ગેમ અને સ્ટફ

ગૂગલ ક્લાઉડ ગેમિંગ સર્વિસ સ્ટેડિયામાં ટૂંક સમયમાં એડ થશે નવી ગેમ અને સ્ટફ

0
Social Share
  • યુઝર્સ માટે કેટલાક ખાસ ડેમો સાથે નવી ગેમો લાવવાની અપેક્ષા
  • ઓફીશિયલ સ્ટેડિયા યુટ્યુબ ચેનલ પર શરૂ થશે આ પ્રોગ્રામ
  • સ્ટેડિયા પ્રો મેમ્બરને આ સાથે મળશે 5 નવી ગેમ
  • ગૂગલ ક્લાઉડ ગેમિંગ સર્વિસ સ્ટેડિયાએ નવા સ્ટેડિયા એક્સ્પેરીમેંટની કરી ધોષણા
  • યુઝર્સને 4 જી અને 5 જી સેલુલર નેટવર્ક પર મોબાઇલ ડિવાઈસ પર ગેમ રમવાની આપે છે મંજૂરી

અમદાવાદ: ગૂગલે જાહેરાત કરી છે કે તે 20 ઓક્ટોબરથી શરૂ થનારી તેની સ્ટેડિયા ક્લાઉડ ગેમિંગ સર્વિસમાં યુઝર્સ માટે કેટલીક ‘સરસ સ્ટફ’ લઈને આવી રહ્યું છે. આ પગલાથી યુઝર્સ માટે કેટલાક ખાસ ડેમો સાથે નવી ગેમો લાવવાની અપેક્ષા છે. કેટલાક દિવસો સુધી ચાલનાર આ પ્રોગ્રામ ઓફીશિયલ સ્ટેડિયા યુટ્યુબ ચેનલ પર શરૂ થશે.

કંપનીએ મંગળવારે એક ટ્વિટમાં કહ્યું,”સરસ સ્ટફ આવી રહ્યું છે! અમે 3 અઠવાડિયાની ઘોષણાઓ,ખુલાસાઓ અને અન્ય સરપ્રાઈઝ સાથે તમારા અઠવાડિયાને શાનદાર બનાવીશું. એટલું જ નહીં,અમારી પાસે ત્રણ ગેમ પણ હશે, જેના પર તમે તરત જ પ્રયાસ કરી શકશો. તે બધા 20 ઓક્ટોબરથી શરૂ થશે. ”

આ વર્ષની શરૂઆતમાં યુબીસોફ્ટે જાહેર કર્યું હતું કે, ‘ગોડ્સ અને મોનસ્ટર્સ’નું નામ’ ઇમોર્ટલ્સ ફેનિક્સ રાઇઝિંગ ‘રાખવામાં આવ્યું હતું અને તેમાં સ્ટેડિયા-એક્સક્લૂઝિવ ડેમો હોઈ શકે છે.

સ્ટેડિયા પ્રો મેમ્બરને આ સાથે 5 નવી ગેમ પણ મળશે. યુ.એસ. સર્ચ એન્જિનની વિશાળ કંપનીએ એક નવો સ્ટેડિયા એક્સ્પેરીમેંટ પણ જાહેર કર્યો છે, જે યુઝર્સને 4 જી અને 5 જી સેલુલર નેટવર્ક પર મોબાઇલ ડિવાઈસ પર ગેમ રમવાની મંજૂરી આપે છે.

_Devanshi

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code