
વોટ્સએપમાં આવ્યું શાનદાર ફિચર,અહીં જાણો નવા ફીચર વિશે
વોટ્સએપ તેના યુઝર્સ માટે નવા-નવા ફીચર્સ લાવતું હોય છે.ત્યારે વોટ્સએપે જૂના સંદેશાઓ તારીખ પ્રમાણે જોવા માટે “સર્ચ ફોર મેસેજ બાય ડેટ” નવું ફીચર બહાર પાડ્યું છે.આ ફીચર ખૂબ જ રસપ્રદ છે અને યુઝર્સને ઓછા સમયમાં જૂના મેસેજ શોધવામાં મદદ કરશે.કંપનીએ તાજેતરમાં જ મેસેજ યોરસેલ્ફ ફીચર પણ બહાર પાડ્યું છે.
વોટ્સએપ છેલ્લા બે વર્ષથી આ ફીચર પર કામ કરી રહ્યું હતું અને આખરે આ ફીચર બીટા યુઝર્સ માટે રિલીઝ કરવામાં આવ્યું છે.
જોકે, કંપનીએ હાલમાં આ ફીચર iOS બીટા યુઝર્સ માટે બહાર પાડ્યું છે.આ ફીચરમાં ચેટમાં મેસેજ શોધવાનું સરળ બની ગયું છે.યુઝર્સ એપ પર તારીખ પ્રમાણે જૂના મેસેજ જોઈ શકે છે. એટલે કે યુઝર્સને આખી ચેટ સર્ચ કરવાની જરૂર નહીં પડે. યૂઝર્સ સીધી તારીખ દાખલ કરીને પણ મેસેજ સર્ચ કરી શકશે.
યુઝર્સને આ ફીચરમાં સર્ચ સેક્શનમાં એક નવું કેલેન્ડર આઈકોન મળશે, આ આઈકન પર ટેપ કરવાથી યુઝર્સ તારીખ પ્રમાણે મેસેજ જોઈ શકશે.આ ફીચર્સ એવા યુઝર્સ માટે ખૂબ જ ફાયદાકારક છે જેઓ લાંબી ચેટ હિસ્ટ્રીથી પરેશાન છે. આ ફીચર ગ્રુપ ચેટ હિસ્ટ્રી જોવામાં પણ મદદ કરશે