1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતઃ દ્વારકાના 21 ટાપુ પર લોકોના પ્રવેશ પર પ્રતિબંધ
ગુજરાતઃ દ્વારકાના 21 ટાપુ પર લોકોના પ્રવેશ પર પ્રતિબંધ

ગુજરાતઃ દ્વારકાના 21 ટાપુ પર લોકોના પ્રવેશ પર પ્રતિબંધ

0
Social Share

અમદાવાદઃ ગુજરાતનો વિશાળ દરિયાકિનારો પ્રવાસીઓમાં હોટ ફેવરિટ છે. એવામાં, દ્વારકામાં આવેલા બીચ માટે એક સમાચાર સામે આવ્યા છે. દ્વારકાના એક-બે નહિ, દ્વારકાના 21 ટાપુ પર લોકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવાયો છે. દ્વારકાના કલેક્ટરે આ માટે જાહેરનામું બહાર પાડ્યું છે.

દ્વારકા જિલ્લાની સમુદ્ર સીમામાં આવેલા 21 જેટલા ટાપુઓ પર લોકોની અવર જવર પર તંત્ર દ્વારા રોક લગાવવામાં આવ્યો છે. દેવભૂમિ દ્વારકાના કલેક્ટરે જાહેરનામુ બહાર પાડી રોક લગાવી છે. સમુદ્ર તટથી 3 તરફથી જોડાયેલા દ્વારકા જિલ્લામાં આવેલ કુલ 24 ટાપુમાંથી ફકત 2 ટાપુ પર જ માનવ વસાહત છે. ત્યારે સમુદ્ર રસ્તે દેશ વિરોધી પ્રવૃત્તિઓ ઘટે તે હેતુથી દેશની સુરક્ષાની દ્વષ્ટિએ 21 જેટલા નિર્જન ટાપુ પર જવા તંત્રએ રોક લગાવી છે. આ 21 નિર્જન ટાપુ પર કોઈપણ વ્યકિત ધાર્મિક પ્રવૃતિના નામ પર દેશ વિરોધી પ્રવૃત્તિ હાથ ના ઘરે તે બાબતે સુરક્ષા વ્યસ્થા ચુસ્ત કરાઇ છે. ટૂંક સમય પેહલા જ સમુદ્રી વિસ્તારો પર મેગા ડીમોલિશન હાથ ધરાયું હતું,  ત્યારે હાલ તારીખ થી  02/08/2024 સુધી  21 ટાપુ પર અવર જવરની રોક લગાવી તંત્ર એ સુરક્ષા વધુ મજબૂત કરી.

  • કયા કયા ટાપુ પર પ્રતિબંધ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા 21 ટાપુઓ જેવા કે ખંભાળિયા તાલુકા હકુમત હેઠળના ધાની ઉર્ફે ડની ટાપુ, ગાંધીયોકડો ટાપુ, કાલુભાર ટાપુ, રોઝી ટાપુ, પાનેરો ટાપુ, કલ્યાણપુર હકુમત હેઠળના ગડુ (ગારૂ) ટાપુ, સાનબેલી (શિયાળી) ટાપુ, ખીમરોઘાટ ટાપુ, દ્વારકા હકુમત હેઠળના આશાબાપીર ટાપુ, ભૈદર ટાપુ, ચાંક ટાપુ, ધબધબો (દબદબો) ટાપુ, દીવડી ટાપુ, સામીયાણી ટાપુ, નોરૂ ટાપુ, માન મરૂડી ટાપુ, લેફા મરૂડી ટાપુ, લંધા મરૂડી ટાપુ, કોઠાનું જંગલ ટાપુ, ખારા મીઠા ચુષ્ણા ટાપુ અને કુડચલી ટાપુ ઉપર જે તે ટાપુની મહેસુલી હકુમત ધરાવતા મામલતદાર અને એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ કે તેના ઉપરી અધિકારીની લેખીત પુર્વ મંજુરી વિના પ્રવેશ કરવા પર પ્રતિબંધ મુકયો છે. આ જાહેરનામું તા. ૨ નવેમ્બર સુધી અમલમાં રહેશે. 

આ 21 નિર્જન ટાપુ પર કોઈપણ વ્યકિત ધાર્મિક પ્રવૃતિના નામ પર દેશ વિરોધી પ્રવૃત્તિ હાથ ના ધરે તે બાબતે ટાપુઓ પર સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરાઇ છે. થોડા સમય પહેલા જ બેટદ્વારકા ટાપુ પર મેગા ડીમોલિશન હાથ ધરાયું હતું.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code