
ગુજરાતઃ અલ-કાયદાના ચાર આતંકવાદીઓ ઝડપાયાં, તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા
અમદાવાદઃ ગુજરાતમાં અલ-કાયદાની વિચારધારા સાથે સંકળાયેલા ચાર આતંકવાદીઓને એટીએસની ટીમે ઝડપી લીધા છે. આ આતંકવાદીઓને ગુજરાત, દિલ્હી અને નોઈડાથી પકડી લેવામાં આવ્યાં છે. તેમજ તેમની આગવી ઢબે પૂછપરછ કરી છે. આતંકવાદીઓએ સોશિયલ મીડિયા મારફતે અલ-કાયદાનો પ્રચાર-પ્રસાર કરી રહ્યાં હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર દેશમાં આતંકવાદી પ્રવૃતિઓને નાથવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન ગુજરાત એટીએસએ અલ-કાયદા સાથે સંકળાયેલા ચાર શંકાસ્પદ આતંકવાદીઓને ઝડપી લીધા છે. ગુજરાત એટીએસની ટીમે ગુજરાતમાંથી બે, દિલ્હીમાંથી એક અને નોઈડામાંથી એક આતંકવાદીને ઝડપી લેવામાં આવ્યાં છે. આ ચારેય અલ-કાયદાની વિચારધારાનો પ્રચારપ્રસાર કરી રહ્યાં હતા. આ આતંકીઓ ઘણા સમયથી એક્ટિવ હતા. દરમિયાન ગુજરાત એટીએસને એક ટીપ્સ મળી હતી. જે બાદ એટીએસની ટીમે તપાસ શરૂ કરી હતી. એટીએસની ટીમોએ વિશેષ અભિયાન હાથ ધરીને ચારેયને ઝડપી લીધા હતા.
એટીએસના સૂત્રોના જણાવ્યા અનુસાર સોશિયલ મીડિયા મારફતે લોકોને પોતાના ગ્રુપમાં એડ કરી રહ્યાં હતા અને તેમાં આરોપીઓ અલ-કાયદાનો પ્રચાર કરતા હતા. એટીએસની ટીમે જીશાન, ફરદીન, સૈફુલ્લા અને ફારિકને ઝડપી લીધા હતા. પકડાયેલા આરોપીઓની ઉંમર 20થી 25 વર્ષની આસપાસ છે, તેમજ દાવો કરવામાં આવી રહ્યો છે કે, આતંકીઓ મોટા પાયે આતંકી કાવતરુ ઘડવામાં આવી રહ્યું હતું. એટીએસની ટીમે ચારેય આતંકવાદીઓની આગવી ઢબે પૂછપરછ કરી હતી. તેમજની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. તેમજ તેમના સાગરિતોને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી છે.