Homerevoinewsગુજરાત ભાજપની પ્રદેશ સંકલન સમિતિની રચના, જાણો કોનો સમાવેશ થયો?

ગુજરાત ભાજપની પ્રદેશ સંકલન સમિતિની રચના, જાણો કોનો સમાવેશ થયો?

ગાંધીનગર, 18 માર્ચ, 2026 ગુજરાત ભાજપ દ્વારા પ્રદેશ સંકલન સમિતિત (કોર ગ્રુપ)ની રચના કરવામાં આવી છે. આ અંગેની આજે જાહેરાત કરવામાં આવી.
ગુજરાત ભાજપ દ્વારા જણાવ્યા મુજબ, રાષ્ટ્રીય નેતૃત્વ અને મોવડી મંડળ સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ આજે પ્રદેશ સંકલન સમિતિની જાહેરાત કરી છે.

આ સમિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, જગદીશ વિશ્વકર્મા, સી.આર. પાટીલ, હર્ષ સંઘવી, રત્નાકરજી, જીતુભાઈ વાઘાણી, ઋષિકેશ પટેલ, ગણપતસિંહ વસાવા, દર્શનાબેન વાઘેલા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તથા આઈ.કે. જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

જુઓ યાદી…

Gujarat BJP's regional coordination committee
Gujarat BJP’s regional coordination committee
સંબંધિત લેખો

Most Popular