1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત ગેસ કંપનીએ ઉદ્યોગોને અપાતા ગેસના ભાવમાં કર્યો વધારોઃ મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો વિરોધ
ગુજરાત ગેસ કંપનીએ ઉદ્યોગોને અપાતા ગેસના ભાવમાં કર્યો વધારોઃ મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો વિરોધ

ગુજરાત ગેસ કંપનીએ ઉદ્યોગોને અપાતા ગેસના ભાવમાં કર્યો વધારોઃ મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો વિરોધ

0
Social Share

મોરબી: સરકારે ઉદ્યોગો માટે અપાતા ગેસના ભાવમાં વધારો કરતા ઉદ્યોગકારો મુશ્કેલીમાં મુકાયા છે. મોરબીના સિરામિક ઉધોગમાં ઇંધણ તરીકે વપરાતા નેચરલ ગેસના ભાવમાં ગુજરાત ગેસ કંપની દ્વારા રાતોરાત વધારો કરવામાં આવ્યો છે. જેથી સિરામિક ઉદ્યોગકારોની મુશ્કેલીઓમાં વધારો થયો છે .હાલમાં મંદી અને ટ્રક હડતાલ સહિતની મુશ્કેલી વેઠી ધીમે ધીમે ઉભો થઇ રહેલો સિરામિક ઉધોગને ફરી પાટું પડ્યું છે.

ગુજરાત ગેસ કંપની દ્વારા હાલમાં એમજીઓ અને નોન એમજીઓથી જે ગેસ મેળવવામાં આવે છે તેના ભાવમાં 4.37 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને ટેક્સ સાથે પાંચ રૂપિયા જેટલો ભાવ વધારો થાય છે. જેથી  મોરબીની સિરામિક ટાઇલ્સની પડતર કિંમત ઊંચી થઈ જશે અને હાલમાં કેટલાક કારખાના બંધ કરવામાં આવ્યા છે. આ ભાવ વધારાથી મોરબીના સિરામિક ઉદ્યોગ ઉપર મહિને 100 કરોડથી વધુનું ભારણ વધી જશે. મોરબી સિરામિક વોલ ટાઈલ્સ એસો.ના સૂત્રોએ જણાવ્યું હતું કે, નેચરલ ગેસમાં ભાવ વધારો તા.24થી અમલમાં એટલે આજથી ગેસના ભાવમાં વધારો થતાં સિરામિક ઉધોગ પર મહિને 100 કરોડનું ભારણ વધ્યું  છે. કરાર વગર ગેસ ઉપયોગ કરતા ગ્રાહકોને પ્રતિ ક્યુબીક મીટર 41.46 રૂપિયા હવે ચૂકવવા પડશે. ત્રણ મહિનાનો કરાર પર જે ગ્રાહકો ગેસ લઈ રહ્યા છે તેમને પ્રતિ ક્યુબીક મીટર 37.51 રૂપિયા ચૂકવવા પડશે. મોરબી સીરામીક ઉધોગ દરરોજનો 70 લાખ ક્યુબીક મીટર ગેસનો વપરાશ કરે છે. ગેસના ભાવ વધરાથી સિરામિક ઉધોગને ફટકો પડયો છે.

ઉલ્લેખનીય છે કે, મોરબીમાં સીરામીક એકમો વધતા જઈ રહ્યા છે જેની સામે ગેસના ભાવમાં પણ ધરખમ વધારો જોવા મળ્યો છે તો બીજી બાજજ વિશ્વાસ ની માં પાડો જણે એ કહેવત મુજબ સીરામીક ઉદ્યોગોને લાભ આપવાના બદલે સરકારે બોજ નાખ્યો હતો જેને લઈને અને એ પણ કોઈ જાણ કર્યા વિના જેને લઈને સીરામીક ઉદ્યોગકારોમાં નારાજગી જોવા મળી રહી છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code