1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જામનગર અને દેવભૂમિ દ્વારકા વિસ્તારના હાલાર ગધેડાની માંગ વધતાં 92 હજારની કિંમતે વેચાયાં
જામનગર અને દેવભૂમિ દ્વારકા વિસ્તારના હાલાર ગધેડાની માંગ વધતાં 92 હજારની કિંમતે વેચાયાં

જામનગર અને દેવભૂમિ દ્વારકા વિસ્તારના હાલાર ગધેડાની માંગ વધતાં 92 હજારની કિંમતે વેચાયાં

0
Social Share

જામનગરઃ ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં હાલારી ગધેડા પશુઓમાં એક આગવી ઓળખ ધરાવે છે.  હાલારી ગધેડા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધુ જોવા મળે છે માલધારીઓ સ્થળાંતર કરતી વખતે પોતાના માલ સામાન લઈ જવા અને હવે માલધારીઓ હાલારી ગધેડાના દૂધનું વેચાણ પણ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી હાલારી ગધેડા માત્ર સૌરાષ્ટ્ર જ નહીં પણ આખા દેશમાં હાલારી ગધેડાના દૂધના ધંધા હેતુ માટે માંગ વધી છે. એટલે હાલારી ગધેડાની કિંમતમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ હાલારી ગધેડાનું દૂધ ખૂબ જ ઉપયોગી છે, હાલારી ગધેડાના  દૂધમાં એન્ટી ઓક્સિડન્ટના તત્વો ખૂબ જ છે.જે કેન્સર, એલર્જી અને મેદસ્વીપણામાં  ગધેડાનું દૂધ રામબાણ સમાન ઈલાજ છે. તેના દૂધમાંથી બ્યુટી પ્રોડક્ટસ બનાવવામાં આવે છે ત્યારે આંધ્રપ્રદેશના એક બિઝનેસમેન દ્વારા 14 હાલારી ગધેડા ખરીદ્યા હતા તેમાંથી ચાર નર  અને માદા 10 હતા. તેમા 92 હજાર થી 82 હજાર સુધીની કિમત વેચાણ થયુ હતું સૌરાષ્ટ્રના દ્વારકાને જામનગર શહેરના જામપર ગુંદલા ભારથર સુર્યાવદર ભંડારીયા ગામમાંથી માલધારીઓ દ્વારા વેચાણ કરવામાં આવ્યું હતું.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, હાલારી ગધેડાની દેશમાં માંગ ઘણી છે પણ તેના નેટીવ ટ્રેકમાં તેની સંખ્યા ખૂબ જ ઓછી છે અને સહજીવન સંસ્થા તેના સંવર્ધન માટે કામ કરી રહી છે આ ઉપરાંત હાલારી ગધેડાના સંવર્ધન માટે માલધારીઓનું સંગઠન પણ બનાવે છે. અને ગયા વર્ષે સૌપ્રથમ હાલારી ગધેડાના ગોદભરાઈ નો કાર્યક્રમ પણ કર્યો હતો અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં હાલારી ગધેડાના સંવર્ધન અંગે સેમિનાર યોજવામાં આવ્યો હતો. હાલારી ગધેડાના સંવર્ધન માટે પશુપાલન વિભાગ ગાંધીનગર ઉપરાંત કામધેનુ યુનિવર્સિટી દ્વારા પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે અને આ વિસ્તારના માલધારીને હાલારી ગધેડાના સંવર્ધન માટે નર ખૂબ જ ઓછા છે ત્યારે જો સરકાર તરફથી તેના નેટિવ ટ્રેકમાં બ્રીડિંગ સેન્ટર બનાવવામાં આવે તો આગામી સમયમાં હલારી ગધેડા ની સંખ્યામાં ઝડપી વધારો થઈ શકે તેમ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code