1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજ્યના 31 તાલુકાઓમાં ડાયાલિસિસ કેન્દ્રોનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કર્યું ઇ-લોકાર્પણ
રાજ્યના 31 તાલુકાઓમાં ડાયાલિસિસ કેન્દ્રોનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કર્યું ઇ-લોકાર્પણ

રાજ્યના 31 તાલુકાઓમાં ડાયાલિસિસ કેન્દ્રોનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કર્યું ઇ-લોકાર્પણ

0
Social Share

ગાંધીનગરઃ રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે વડનગરથી રાજયના 31 ડાયાલિસિસ સેન્ટરનું ઈ-લોકાર્પણ કર્યું હતુ. ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ દર્દીઓને ઘરઆંગણે ડાયાલિસિસ સેવા ઉપલબ્ધ કરાવવા હેતુથી કાર્યાન્વિત કરાયેલા આ તમામ ડાયાલિસિસ કેન્દ્રો “વન નેશન વન ડાયાલિસિસ” ક્ષેત્રે પણ સમગ્ર દેશમાં ગુજરાતની આગવી પહેલ છે તેમ આરોગ્યમંત્રીએ કહ્યું હતુ.

રાજ્યના આરોગ્ય મંત્રી  ઋષિકેશ પટેલે ડાયાલિસિસ કેન્દ્રોનો રાજ્યવ્યાપી ઇ-લોકાર્પણ કરાવીને જણા્વ્યું કે, તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કિડની સંબંધિત બિમારી સાથે સંકળાયેલા દર્દીઓને 30 થી 40 કિ.મી. ત્રિજ્યા વિસ્તારમાં જ ડાયાલિસિસની સુવિધા મળી રહે તે માટે ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ કાર્યરત કરાવવામાં આવ્યો છે. આ પ્રોગ્રામ હેઠળ અમદાવાદ સિવિલ મેડિસિટીની કિડની ઇન્સ્ટીટ્યુટ દ્વારા શ્રેષ્ઠ સંચાલન કરીને રાજ્યભરમાં 61 ડાયાલિસિસ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે.આજે નવીન 31 ડાયાલિસિસ કેન્દ્રો કાર્યાન્વિત થતા હવે ગુજરાતભરમાં સરકાર દ્વારા સંચાલિત ડાયાલિસિસ કેન્દ્રોની સંખ્યા 92 થઇ છે આગામી સમયમાં રાજ્યના તમામ તાલુકાઓ અને જરૂરિયાતમંદ વિસ્તારોમાં પણ ડાયાલિસિસ કેન્દ્રો ઉપલબ્ધ કરાવવા સરકાર કટિબધ્ધ છે.

આ પ્રસંગે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના મેડિકલ ક્ષેત્રના વિધાર્થીઓને મેડિકલ શિક્ષણ અર્થે રાજ્ય બહાર ન જવુ પડે તે માટે આવનારા દિવસોમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં મેડિકલ કૉલેજ સ્થાપિત કરીને કાર્યાન્વિત કરવાની દિશામાં સરકારે પ્રયત્નો હાથ ધર્યા છે.રાજ્યની આરોગ્યલક્ષી માળખાગત અને માનવબળ ક્ષેત્રે સુવિધાઓમાં ઉત્તરોઉત્તર વિકાસ થયો છે. તેનો સંદર્ભ આપતા મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યના તમામ આરોગ્ય કેન્દ્રો પર મેડિકલ ઓફિસર સહિતની નિષ્ણાંત ડૉક્ટર્સની ટીમ કાર્યરત બને તેવી વ્યવસ્થા સરકારે હાથ ધરી હોવાનું જણાવ્યું હતુ.

આરોગ્ય રાજ્યમંત્રી શ્રીમતી નિમિષાબેન સુથારે દેવગઢ બારિયાથી આ મહાલોકાર્પણ કાર્યક્રમમાં જોડાઇને પ્રાસંગિક ઉદ્બબોધનમાં કહ્યું કે, રાજ્યના દૂર-દરાજ વિસ્તારમાંથી ડાયાલિસિસની સારવાર મેળવતા દર્દીઓને ઘર આંગણે ઉપલબ્ધ થયેલા ડાયાલિસિસની સારવાર આશિર્વાદરૂપ બની રહેશે. સર્વે સન્તુ નિરામયાના સુત્રને ખરા અર્થમાં સાર્થક કરીને રાજ્યના તમામ જરૂરિયાતમંદ દર્દી, પીડિતોને આરોગ્યલક્ષી વિવિધ સુવિધાઓ સરળતાથી પહોંચાડવાનું બીંડુ ભૂપેન્દ્રભાઇના નેતૃત્વ હેઠળની ટીમ ગુજરાતે હાથ ધર્યુ છે

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code