
રાજ્યભરમાં ગરમીમાં મળશે રાહત- 25 cs મે થી પ્રી-મોન્સુનની થશે શરુઆત
- રાજ્યમાં 25 મેથી પડશે વરસાદ
- જનતાને ગરમીમાં મળશે રાહત
અમદાવાદઃ- રાજ્યભરમાં કાળઝાર ગરમી પડી રરહી છે આવી સ્થિતિમાં બપોરના સમયે ઘરમાંથી બહાર નીકળવું નુશક્લે બન્યું છે જો કે હવામાન વિભાગે ગુજરાતમાં પ્રિ-મોન્સુનને લઈને મોટી આગાહી કરી છે જે પ્રમાણે આવનારા 2 દિવસોમાં વરસાદ વરસી શકે છે,
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ત્રણ દિવસ પછીથી દક્ષિણ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટ થવાની શરૂઆત થશે જ્યારે 10મી જૂનથી ચોમાસાનો આરંભ થી જશે,જેથી બે દિવસમાં ગરમીમાં રાહત મળશે,
જાણકારી પ્રમાણે ગુજરાતમાં આગામી દિવસોમાં મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડોનોંધાશે . જેના કારણે, ગરમીમાં મોટી રાહત મળશે, 25મેના રોજ સાઉથ ગુજરાતના જીલ્લાઓ નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદની શક્યતાઓ કરાી છે.
જો અમદાવાદની વાત કરીએ તો શનિવારે 42.1 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું. 27 મે સુધી અમદાવાદમાં 42 ડિગ્રીની આસપાસ જ તાપમાન નોંધાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
વિતેલા દિવસે રાજ્યના ઘણા શહેરોમાં ઠંડો પવન વર્તાયો હતો ,અમદાવાદમાં શનિવારે 17 કિ.મી.પ્રતિ કલાકની ઝડપે સતત પવન ફૂંકાતો રહ્યો હતો. જેના કારણે ગરમીમાં ઘણી રાહત મળી હતી. જાણકારી પ્રમાણે આગામી ત્રણ દિવસ સુધી પવન ફૂંકાવાની આગાહી કરાઈ છે જેથી અમદાવાદીઓને ગરમીમાં રાહત મળશે