
દુબઈના રણમાં ભારે વરસાદ, એરપોર્ટ પાણીથી ભરાઈ ગયું
નવી દિલ્હીઃસંયુક્ત આરબ અમીરાતમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. UAE મંગળવારે ભારે વરસાદ વરસ્યો હતો. જેના કારણે અનેક શહેરો જામ થઈ ગયા છે. પડોશી દેશ ઓમાનમાં ભારે વરસાદને કારણે આવેલા પૂરને કારણે 18 લોકોના મોત થયા છે.
ઓમાનમાં તાજેતરના દિવસોમાં પૂરને કારણે 18 લોકોના મોત થયા છે. જેમાં 10 શાળાના બાળકોનો સમાવેશ થાય છે. કુવૈત, સાઉદી અરેબિયા અને ઓમાનમાં બુધવારે ચક્રવાતની સંભાવના છે.
સંયુક્ત આરબ અમીરાતમાં ભારે વરસાદના કારણે આવેલા પૂરની સૌથી વધુ અસર વાહન વ્યવહાર પર પડી છે. માર્ગ અને હવાઈ વાહનવ્યવહાર પણ ખોરવાઈ ગયો છે. વરસાદના કારણે ઘણી ફ્લાઈટ્સ પણ કેન્સલ થઈ હતી. આ પહેલા સોમવારે દુબઈ પોલીસે લોકોને ખરાબ હવામાન અંગે ચેતવણી આપતી જાહેર સુરક્ષા એડવાઈઝરી જારી કરી હતી.